Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Police ની કાર્યવાહી, સગીરની હત્યા કરનાર આરોપી પર Firing, લિંબાયતમાં ઘર્ષણ

એક માસૂમ સગીરની હત્યા કરીને ફરાર થયેલા શખ્સને એમ હતું કે તે કાયદાના હાથમાંથી બચી જશે. પરંતુ આરોપી માટે સુરત પોલીસની બાજ નજરથી બચવું અશક્ય રહ્યું. ધરપકડના એ કઠિન સમયમાં જ્યારે આરોપીએ મર્યાદા ઓળંગી, ત્યારે પોલીસે પણ વળતો પ્રહાર કરતા મોડું ન કર્યું. પોલીસ સામે બાથ ભીડતા આરોપીને પણ પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે.
surat police ની કાર્યવાહી  સગીરની હત્યા કરનાર આરોપી પર firing  લિંબાયતમાં ઘર્ષણ
Advertisement
  • Limbayat માં Surat Police એ આરોપી પર કર્યું Firing
  • લિંબાયતમાં પોલીસ અને હત્યાના આરોપી વચ્ચે ઘર્ષણ
  • પોલીસે આરોપીના પગમાં મારી ગોળી
  • 16 વર્ષીય સગીરની હત્યાના આરોપીને ઈજાગ્રસ્ત
  • આરોપીએ પોલીસ પર ચપ્પુથી કર્યો હતો હુમલો
  • આરોપી ગંભીર ગુનામાં છે કુખ્યાત

Surat Police Firing Limbayat: સુરતના રસ્તાઓ પર ફરી એકવાર સનસનાટી મચી ગઈ છે. કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનાર એક શખ્સ સામે ખાખી એક્શન મોડમાં આવી ગઈ. અંધારાના ઓછાયામાં જ્યારે ધરપકડનો સમય આવ્યો, ત્યારે મામલો લોહિયાળ બન્યો હતો. ગોળીબારના અવાજથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો અને રસ્તા પર પોલીસના કાફલા ખડકાઈ ગયા. આખરે એવું તો શું બન્યું કે પોલીસે ટ્રિગર દબાવવું પડ્યું?

Surat Police Firing Limbayat_GUJARAT 0

Advertisement

હત્યાના આરોપી અને પોલીસ વચ્ચે ઘર્ષણ (Encounter)

સુરતના લિંબાયત વિસ્તારમાં ગત રોજ 16 વર્ષીય કિશોર અનુરાગ પવારની નિર્મમ હત્યા (Murder) કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી રાહુલ સંજયનાથ જોગીની ધરપકડ (Arrest) કરવા માટે પોલીસ ટીમ લિંબાયત સંજય નગર પહોંચી હતી. પોલીસને જોતા જ આરોપીએ ઉશ્કેરાઈને ચપ્પુ વડે હુમલો (Attack) કરી દીધો હતો. આ હુમલામાં એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થતા વાતાવરણ તંગ બની ગયું હતું.

Advertisement

આ પણ વાંચો----- અમદાવાદમાં Murder with Robbery Case, હોળીની રાત્રે વૃદ્ધાની હત્યા કરનાર પકડાયો, લૂંટનો મુદ્દામાલ જપ્ત!

આરોપીને હોસ્પિટલ ખસેડાયો (Police Firing)

આરોપી રાહુલ જોગીએ હિંસક વલણ અપનાવતા લિંબાયત પોલીસે સ્વબચાવ (Self Defense) માં જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસે પ્રથમ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં આરોપી કાબૂમાં ન આવતા બીજા રાઉન્ડમાં તેના પગના ભાગે ગોળી (Bullet) મારી હતી. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાની ગંભીરતા જોઈને હોસ્પિટલ દોડી આવ્યો હતો.

Surat Police Firing Limbayat_GUJARAT 01

આરોપીનો ગુનાહિત ઈતિહાસ (Criminal Record)

મૃતક અનુરાગ અને આરોપી રાહુલ વચ્ચે માત્ર બાઇક અથડાવવા જેવી નજીવી બાબતે બોલાચાલ થઈ હતી. આ સામાન્ય ઝઘડામાં આરોપીએ ઉશ્કેરાઈને ચપ્પુના ઘા ઝીંકી કિશોરને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઝડપાયેલ આરોપી રાહુલ જોગી રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ 10 જેટલા ગંભીર ગુના (Crimes) નોંધાયેલા છે. આ અગાઉ તે એક વખત પાસા (PASA) હેઠળ જેલવાસ પણ ભોગવી આવ્યો છે. લિંબાયત પોલીસ અત્યારે સમગ્ર મામલે ઊંડી તપાસ (Investigation) કરી રહી છે.

આ પણ વાંચો----- Manali વેકેશન માતમમાં ફેરવાયું, Bhavnagar ના family ની કાર ખીણમાં ખાબકી, 5 ના મોતની આશંકા!


Tags :
Advertisement

.

×