Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sutat: FREE FIRE ગેમમાં 14 હજાર હાર્યો, તેની ભરપાઈ કરવા બનાવ્યો આવો પ્લાન?

Sutat: ITI નો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના જ સગીર વયના મિત્ર જોડે મળી બેન્ક એટીએમ માં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો
sutat  free fire ગેમમાં 14 હજાર હાર્યો  તેની ભરપાઈ કરવા બનાવ્યો આવો પ્લાન
Advertisement
  1. ચોરી કરવા ગયેલા સગીરની અઠવા પોલીસે ધરપકડ કરી
  2. 14 હજાર માટે વિદ્યાર્થીએ એટીએમમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો
  3. યુટ્યુબમાં વીડિયો જોઈને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો

Surat: સુરતમાં આઈ.ટી.આઈ.નો અભ્યાસ કરતા વિદ્યાર્થી સહિત સગીરની અઠવા પોલીસે ધરપકડ કરી છે. બે પૈકીનો એક આરોપી ઓનલાઇન FREE FIRE ગેમમાં ચૌદ હજાર જેટલી રકમ હારી ગયો હતો.  માતાના ગુગલ પેમાંથી ચોરી છુપીથી 14 હજાર જેટલી રકમ ઉપાડી ગેમમાં હારી ગયો હતો. જેની જાણ માતાને નહીં થાય તે માટે સગીર વયના મિત્ર જોડે મળી બેંક એટીએમ માં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં બંને એ ગુનાને અંજામ આપવા મોટર સાયકલની ચોરી પણ કરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે સગીર સહિત બંને આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.

મિત્ર સાથે મળી એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો

સુરતમાં કેવી ઘટના સામે આવી છે? જેમાં ITI નો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના જ સગીર વયના મિત્ર જોડે મળી બેન્ક એટીએમ માં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. માતાના ‘ગૂગલ-પે’માંથી ચોરી છુપીથી રૂપિયા ઉપાડી ઓનલાઇન ફ્રી ફાયર ગેમમાં હારી જતા વિદ્યાર્થીઓ ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. જે ચોરી કરવા માટે મોટરસાયકલની પણ ચોરી કરી હતી. પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે બેન્ક એટીએમમાં થયેલા ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં અઠવા પોલીસે સગીર સહિત બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Advertisement

આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો

અઠવા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, સુરતના ગોપીપુરા વિસ્તારમાં ICICI બેંકનું એટીએમ આવેલું છે. જે બેંક એટીએમમાં પહેલી જાન્યુઆરીના રોજ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. મોડી રાત્રિના સમયે મોટર સયકલ લઇ આવી ચઢેલા બે ઈસમોએ ICICI બેંકના એટીએમને નિશાન બનાવ્યું હતું. ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા બેંકના કંટ્રોલ રૂમમાં સાયરન વાગતા બંને ઈસમો ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની જાણકારી મળતા અઠવા ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બેંક મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

પોલીસે સીસીટીવીના આધાર તપાસ હાથ ધરી

અઠવા પોલીસની તપાસ દરમિયાન ગોપીપુરાના બડેખા ચકલા પાસે રહેતા 19 વર્ષીય અંગત સંજયભાઈ મોરે સહિત સગીર વયના કિશોર દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંનેને ઝડપી પાડ્યા હતા. સગીર સહિત બંને શખ્સોની પૂછપરછમાં ચોકાવનારી બાબત સામે આવી હતી. જેમાં બે પૈકીનો 19 વર્ષીય અંગત સંજય મોરે દ્વારા બેંક એટીએમમાં ચોરીનો આ પ્લાન બનાવવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી હતી. જે ચોરી પાછળનું કારણ પૂછતા પોલીસ પર ચોંકી ઉઠી હતી.

ગેમના નશામાં માતાના ખાતામાંથી પણ પૈસાની ચોરી કરી

પોલીસ પૂછપરછમાં 19 વર્ષીય આરોપી અંગત સંજય મોરે દ્વારા જણાવવામાં આવ્યું હતું, પોતે આઈટીઆઈનો અભ્યાસ કરે છે. થોડા દિવસ અગાઉ મોબાઇલમાં ઓનલાઇન FREE FIRE ગેમની અંદર 14 હજાર રૂપિયા જેટલી રકમ પોતે હારી ગયો હતો. જે રકમ તેણે માતાના મોબાઈલમાં રહેલા google pay માંથી ચોરી છુપી થી ઉપાડી FREE FIRE ગેમ ની અંદર નાખ્યા હતા. માતાને આ બાબતની જાણ થશે તો ઠપકો આપશે તેમ વિચારી આરોપીએ પોતાના સગીર વયના મિત્ર જોડે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

આ પણ વાંચો: Surat: માલેતુજારના બગડેલા દીકરાઓ ગાંજાની હેરાફેરીમાં લક્ઝરીયસ કારનો ઉપયોગ કરતા

ચોરી કરવા માટે પહેલા બાઈકની પણ ચોરી કરી

બેંક એટીએમમાં ચોરી કરવા માટે આરોપી અંગત સંજય મોરે દ્વારા ઘર નજીકથી મોટર સાયકલની ચોરી કરી હતી. જે મોટરસાયકલ બંને ઇસમો પહેલી જાન્યુઆરીના રોજ ગોપીપુરા વિસ્તારમાં આવેલ હનુમાન ચાર રસ્તા નજીકની ICICI બેંકના એટીએમમાં ચોરી કરવા ગયા હતા.એટીએમ ને બ્રેક કરતી વેળાએ સાયરન વાગતા બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર હકીકત આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવવી હતી.

આ પણ વાંચો: Gujarat: હવે CMOનો નકલી અધિકારી પકડાયો, જમીન વિવાદમાં તોડ કરતા ભાંડો ફૂટ્યો

YOUTUBE વીડિયો જોઈને ચોરીનો પ્લાન બનાવ્યો

અઠવા પોલીસની પૂછપરછમાં વધુ ચોકાવનારી હકીકત એ બનીને સામે આવી હતી કે, આ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે આરોપી અંગત મોરે દ્વારા YOUTUBE પર વીડિયો જોયો હતો. બેન્ક એટીએમને કઈ રીતે બ્રેક કરી શકાય તે અંગેની ટ્રિક આરોપીએ YOUTUBE વીડિયો ઉપરથી શીખી હતી. જે YOUTUBE પર વીડિયો જોયા બાદ તેણે બેન્ક એટીએમ માં ચોરી કરવાનો પ્લાન પોતાના સગીર વયના મિત્ર જોડે મળી બનાવ્યો હોવાની કબુલાત કરી હતી. અત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Surat: પોલીસે છેડતી કરનારા નરાધમીનું જાહેરમાં કાઢ્યું સરઘસ, ભણાવ્યો કાયદાનો પાઠ

ધોરણ 11 માં અભ્યાસ કરે છે સગીર વયનો આરોપી

પોલીસ પૂછપરછમાં બેન્ક એટીએમમાં થયેલા ચોરીનો નિષ્ફળ પ્રયાસ અને વાહન ચોરીના ગુનાઓના ભેદ અઠવા પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પોલીસના હાથે ધરપકડ કરાયેલા સગીર વયનો આરોપી ધોરણ 11 માં અભ્યાસ કરે છે. જ્યારે મુખ્ય આરોપી હાલ આઇટીઆઈનો કોર્સ કરી રહ્યો છે. જોકે માતાના ‘ગૂગલ પે’ માંથી ચોરી છુપીથી ઉપાડેલી ચૌદ હજાર જેટલી રકમ ફ્રી ફાયર ગેમમાં હારી જતા આરોપીએ માતાની રકમ પરત કરવા ચોરીનો માર્ગ અપનાવ્યો હતો. જ્યાં અંતે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.

અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×