Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Operation Mule Hunt 2.0: સુરતમાં 23 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 61 આરોપીઓની ધરપકડ, પોલીસ કમિશનરએ આપી માહિતી

Surat Police Mule Hunt News: સુરત શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે ખૂબ જ મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સુરત પોલીસ દ્વારા એકસાથે બે મોટા ઓપરેશન – 'ઓપરેશન બાંગ્લાદેશી' અને 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સુરત પોલીસની આ બેવડી કાર્યવાહીએ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી દીધો છે.
operation mule hunt 2 0  સુરતમાં 23 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ  61 આરોપીઓની ધરપકડ  પોલીસ કમિશનરએ આપી માહિતી
Advertisement

Surat Police Mule Hunt News: સુરત શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે ખૂબ જ મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સુરત પોલીસ દ્વારા એકસાથે બે મોટા ઓપરેશન – 'ઓપરેશન બાંગ્લાદેશી' અને 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સુરત પોલીસની આ બેવડી કાર્યવાહીએ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી દીધો છે.

સાયબર ફ્રોડ વિરુદ્ધ 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0'

બાંગ્લાદેશી ઘૂસણખોરોની સાથોસાથ સુરત સાયબર ક્રાઈમ સેલે સાયબર ગુનેગારોની કમર તોડવા 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' શરૂ કર્યું છે.

Advertisement

મ્યુલ એકાઉન્ટ શું છે?: સાયબર ફ્રોડ કરનારાઓ લોન અપાવવાના બહાને કે કમિશનની લાલચ આપી સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી લે છે અને તેની બેંક કીટ એજન્ટો લઈ લે છે. આવા એકાઉન્ટ્સનો ઉપયોગ ગેરકાયદે નાણાંની લેવડ-દેવડમાં થાય છે.

Advertisement

કૌભાંડની વિગત

આ ઓપરેશન હેઠળ છેલ્લા 3 મહિનામાં નોંધાયેલી 57 ફરિયાદોના આધારે 61 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા કુલ 23 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું. આ નાણાં મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ દ્વારા મેળવીને વિદેશમાં મોકલી દેવામાં આવતા હતા.

નવા નિયમો અને કડકાઈ

આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે એપ્રિલ મહિનાથી નવો નિર્ણય લેવાયો છે, જેમાં 50,000 થી વધુની રકમ ઉપાડવા માટે ખાતેદારે પોતાની ઓળખ આપવી ફરજિયાત કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ તપાસમાં બેંકોને પણ ઇન્વોલ કરવામાં આવી છે અને પોલીસ કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે.

કડક કાયદો: આરોપીઓ સામે હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ કડક સેક્શન લગાડવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારના ગુનાઓને ડામી શકાય.

પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે, સુરત પોલીસ આ બંને મોરચે સતત સક્રિય રહેશે અને આવનારા દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રહેશે. સુરતની સુરક્ષા સાથે બાંધછોડ કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો:  Surat Police News: સુરત પોલીસનો સપાટો, 'ઓપરેશન બાંગ્લાદેશી'માં 85 ઘૂસણખોરો ઝડપાયા

Tags :
Advertisement

.

×