Surat: પોલીસે છેડતી કરનારા નરાધમીનું જાહેરમાં કાઢ્યું સરઘસ, ભણાવ્યો કાયદાનો પાઠ
- પોલીસે જાહેરમાં સરઘસ કાઢી આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો
- આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવાના આવ્યું
- જાહેરમાં લોકોએ‘ભેસ્તાન પોલીસ ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા
Surat: ભેસ્તાન વિસ્તારમાં માસુમ બે બાળકીઓની શારીરિક છેડતી કરનાર નરાધમની ધરપકડ બાદ પોલીસે જાહેરમાં સરઘસ કાઢી આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. જે વિસ્તારમાં આરોપીઓ માસુમ બાળકોની છેડતી કરતી હતી, તેજ વિસ્તારમાં લઈ જઈ આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવાના આવ્યું હતું. જ્યાં આરોપીને લઈ જાહેરમાં સરઘસ કાઢવા નીકળેલી પોલીસની લોકોએ વાહ વાહ કરી ‘ભેસ્તાન પોલીસ ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા. પોલીસની કામગીરીની સ્થાનિક લોકો દ્વારા સરાહના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: BREAKING : Porbandar કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 જવાન શહીદ
નરાધમીએ બે બાળકીઓની જાહેરમાં કરી હતી છેડતી
સુરતના ભેસ્તાન ખાતે આવેલ ઉન પાટિયા વિસ્તારમાં માસુમ બે બાળકીઓની શારિરિક છેડતીની ઘટના સામે આવી હતી. જે ઘટનાનો સીસીટીવી ફૂટેજ સુરતના સોસીયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી નરાધમને ઝડપી પાડ્યો હતો. ભેસ્તાન પોલીસે આરોપી મોહમ્મદ નાઝિર અન્સારીની ધરપકડ કરી હતી. જે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ભેસ્તાન પોલીસે હાથ ધરી હતી.
Surat ના ઉન પાટિયામાં બાળકીઓ સાથે શારીરિક અડપલાં | GujaratFirst#Surat #Suratpolice #SuratCrime #CCTVFootage #RapidArrest #POCSOAct #ravishment #GujaratFirst pic.twitter.com/3RzwNAVHfh
— Gujarat First (@GujaratFirst) January 5, 2025
આ પણ વાંચો: Surat : કબડ્ડીનાં 25 વર્ષીય ખેલાડીનું Heart Attack થી મોત, આસિ. બેંક મેનેજરનો આપઘાત
ભેસ્તાન પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો
ભેસ્તાન પોલીસે નરાધમ આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોગ્ય જે વિસ્તારમાં માસુમ બાળાઓની શારીરિક છેડતી કરી હતી, તે વિસ્તારમાં લઈ જઈ આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પોલીસે સ્થળ પર પંચનામુ પણ કર્યું હતું. સ્થાનિક વિસ્તારના લોકોમાં આરોપી પ્રત્યેનો રોષ જોવા મળ્યો હતો. જ્યાં પોલીસની કામગીરીને લોકોએ બિરદાવી હતી. આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી રી-કન્સ્ટ્રક્શન કરાવવા પહોંચેલી પોલીસને જોઈ લોકોએ ‘ભેસ્તાન પોલીસ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. જ્યાં આવા નરાધમો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ તેવી લોકોએ વાત જણાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી પાડી જેલ હવાલે કરતા પોલીસની કાર્યવાહીની લોકોએ સરાહના કરી હતી.
અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો: Gujarat Firstના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, કડીના દૂધઈ ગામની સમસ્યાનો આવ્યો અંત