ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: હિટ એન્ડ રનના આરોપીનું પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન, બે સગા ભાઈઓના થયા હતા મોત

સુરતમાં લસકાણામાં બની હતી હિટ એન્ડ રનની ઘટના હિટ એન્ડ રનની ઘટનામાં સગા બે ભાઈઓના મોત થયા હતા મહિલા, બાળક સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા Surat: સુરતમાં બે દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી, આ ઘટનામાં...
03:53 PM Feb 10, 2025 IST | VIMAL PRAJAPATI
સુરતમાં લસકાણામાં બની હતી હિટ એન્ડ રનની ઘટના હિટ એન્ડ રનની ઘટનામાં સગા બે ભાઈઓના મોત થયા હતા મહિલા, બાળક સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા Surat: સુરતમાં બે દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી, આ ઘટનામાં...
Surat
  1. સુરતમાં લસકાણામાં બની હતી હિટ એન્ડ રનની ઘટના
  2. હિટ એન્ડ રનની ઘટનામાં સગા બે ભાઈઓના મોત થયા હતા
  3. મહિલા, બાળક સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા

Surat: સુરતમાં બે દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી, આ ઘટનામાં બે સગા ભાઈઓના મોત થયા હતાં. અત્યારે પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહીં છે, લસકાણા પોલીસે મુખ્ય આરોપી અને કારચાલક કિર્તન ડાંખરાની ધરપકડ કરી લીધી હતીં. મહત્વની વાત એ છે કે, આજે સુરતમાં હિટ એન્ડ રનના આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: લસકાણા Hit and Run કેસમાં મુખ્ય આરોપી આખરે ઝડપાયો, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!

આ ઘટનામાં પોલીસે ઘટનામાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો

નોંધનીય છે કે, સુરતમાં લસકાણામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં સગા બે ભાઈઓના મોત થયા હતાં. આ સાથે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા અને બાળક સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે ઘટનામાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો હતો. મળતી વિગતો પ્રમાણે આરોપી જેમિંશ ભિંગરાડિયા અને કિર્તનની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે કિર્તનના પિતા મનોજ, નેમી લુખી, ધ્રુવ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Surat : 30 લક્ઝરી કાર સાથે સીનસપાટા કરતા વિદ્યાર્થીઓ મામલે આચાર્યનો ખુલાસો, વાંચો શું કહ્યું ?

મીડિયા સામે આરોપી ધ્રૂસકે ધ્રૂસકે રડતો હોય દેખાયો હતો

આ કેસની વાત કરવામાં આવે તો, આરોપીએ પૂરઝડપે કાર હંકારીને અનેક લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક જ પરિવારનાં બે સભ્યોનાં મોત નીપજ્યા હતા. જો કે, મીડિયાનાં કેમેરા સામે આરોપી કીર્તન ડાંખરાએ (Kirtan Dankhara) મૌન સાધ્યું હતું અને ધ્રૂસકે ધ્રૂસકે રડતો હોય તેમ દેખાયો હતો. આ મામલે લસકાણા પીઆઈએ વધુ માહિતી આપી હતી. હવે જોવાનું એ છે કે, આ મામલે પોલીસે આગળ શું કાર્યવાહી કરે છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsHit And Run CaseHit and Run Case in SuratKirtan DankharaLaskanaLatest Gujarati NewsRaod AccidentSuratSurat Hit and Run CaseSurat Police
Next Article