Surat Police : ગુનાખોરીને ડામવા પોલીસ કરશે અત્યાધુનિક ડ્રોન કેમેરાનો ઉપયોગ, જાણો ખાસિયત
- હવે સુરત શહેરમાં ડ્રોન કેમેરાથી પોલીસ રાખશે બાજનજર (Surat Police)
- શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રહે તે માટે કરાશે ઉપયોગ
- ટ્રાફિકની સમસ્યા, ક્રાઉડ મેનેજમેન્ટ, ગુનાખોરીને ડામવા માટે ડ્રોન કેમેરા વધુ ઉપયોગી
- સુરત પોલીસનાં કર્મચારીઓને ડ્રોન કેમેરાની આપવામાં આવશે ખાસ ટ્રેનિંગ
- પો. કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં થયું ડેમોસ્ટ્રેશન
Surat : સુરત શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હવે સુરત શહેર પોલીસ (Surat City Police) ડ્રોન કેમેરાથી બાજ નજર રાખશે. ટ્રાફિકની સમસ્યા, ક્રાઉડ મેનેજમેન્ટ માટે હવે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે. આ માટે સુરત પોલીસનાં કર્મચારીઓને ડ્રોન કેમેરાની (Drone Cameras) ટ્રેનિંગ પણ આપવામાં આવશે, જેથી પોલીસકર્મીઓ જાતે ડ્રોનનો ઉપયોગ કરી શકશે. સુરત પોલીસ પાસે કુલ 9 ડ્રોન કેમેરા છે, જ્યારે રાજ્ય સરકારે વધુ 8 ડ્રોન કેમેરાની ફાળવણી કરી છે. પ્રત્યેક ડ્રોન કેમેરાની કિંમત રૂ. 25 લાખ છે. ડ્રોન કેમેરાની રેન્જ 5 કિમી સુધીની છે. ડ્રોન કેમેરાથી સારી ક્વોલિટીનાં ફૂટેજ મેળવી શકાશે.
આ પણ વાંચો -Ahemdabad: દાણીલીમડામાં પત્નીએ પોલીસ પતિની હત્યા કરીને ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા
શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રહે તે માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ
સુરત શહેરમાં (Surat) કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ટ્રાફિક, ક્રાઉડ મેનેજમેન્ટ, જાહેર કાર્યક્રમો યોગ્ય રીતે થઈ શકે તે માટે સુરત શહેર પોલીસ (Surat City Police) દ્વારા અત્યાધુનિક ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે. માહિતી અનુસાર, સુરત પોલીસનાં કર્મચારીઓને ડ્રોન કેમેરાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની (Police Commissioner Anupam Singh Gehlot) અધ્યક્ષતામાં લિંબાયત નીલગીરી મેદાનમાં ડ્રોન કેમેરાનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. દરમિયાન, પોલીસની વિવિધ ટીમ ત્યાં હાજર રહી હતી.
આ પણ વાંચો -Ahmedaba: મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહની ગુંડાગર્દી,કાર્યકર્તાને ઢોર માર મારતા નોંધાઇ ફરિયાદ
ડ્રોન કેમેરાની કિંમત 25 લાખ, રેન્જ 5 કિમી સુધી
માહિતી અનુસાર, સુરત પોલીસ પાસે હાલ કુલ 9 જેટલા ડ્રોન કેમેરા (Drone Cameras) છે. જ્યારે રાજ્ય સરકારે વધુ 8 ડ્રોન કેમેરાની ફાળવણી કરી છે. પ્રત્યેક ડ્રોન કેમેરાની કિંમત રૂ. 25 લાખ જેટલી છે અને ડ્રોન કેમેરાની રેન્જ 5 કિમી સુધીની છે. માહિતી છે કે શહેરનાં દરેક પોલીસ સ્ટેશનને એક ડ્રોન કેમેરાની ફાળવણી કરવામાં આવશે. ભગદડ, કાયદો-વ્યવસ્થા જાળવવા, અસામાજિક તત્વો પર બાજ નજર, ટ્રાફિક સમસ્યા, ક્રાઉડ મેનેજમેન્ટ સહિત આગામી તહેવારો માટે ડ્રોન કેમેરા અતિ ઉપયોગી નીવડશે.
આ પણ વાંચો - Gandhinagar : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ડેમોલ શાખામાં ગ્રામ પંચાયત કક્ષાએ વિશેષ શિબિરનું આયોજન