Surat Police નું Operation Muskan સફળ, ઘર છોડી ભાગેલા 3 બાળકોને શોધી કાઢ્યા
- Surat Police નું 'Operation Muskan' સફળ
- ત્રણ માસૂમ બાળકો ઘર છોડી ભાગી ગયા હતા
- Surat Police એ ત્રણેય બાળકોને સુરક્ષિત શોધી કાઢ્યા
- બાળકોને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવ્યા
Surat Police: સુરત (Surat) શહેરમાંથી અદ્રશ્ય થયેલા એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોને સુરત પોલીસે (Surat Police) 'ઓપરેશન મુસ્કાન' (Operation Muskan) હેઠળ કુશળતાપૂર્વક શોધી કાઢવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, બાળકો મોબાઈલમાં ગેમ (Mobile Game) રમવા બાબતે પિતા દ્વારા આપવામાં આવેલા ઠપકાથી નારાજ થઈને ઘર છોડીને ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે ચોકબજાર (Chowk Bazar) પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ પોલીસે બાળકોને શોધવા માટે યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી હતી.
Surat Police નું 'Operation Muskan' સફળ
બાળકો ગાયબ થયાની જાણ થતાં જ સુરત પોલીસે તાત્કાલિક અસરથી અલગ-અલગ 5 ટીમોની રચના કરી હતી. આ ટીમોને મુંબઈ (Mumbai), વાપી (Vapi), વડોદરા (Vadodara) અને વિવિધ રેલવે સ્ટેશન (Railway Station) વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી. પોલીસે દિવસ-રાત એક કરીને 400 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ની બારીકાઈથી તપાસ કરી હતી, તેમજ ૧૫થી વધુ રેલવે સ્ટેશનો પર સઘન શોધખોળ હાથ ધરી હતી.
ટ્રેન મારફતે મુંબઈ-દિલ્હી સુધીની મુસાફરી
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, 14, 11 અને 9 વર્ષના આ ત્રણેય બાળકો ઘર છોડ્યા બાદ ટ્રેન મારફતે સુરતથી મુંબઈ અને ત્યારબાદ મુંબઈથી દિલ્હી (Delhi) સુધી પહોંચી ગયા હતા. જોકે, તેમની મુસાફરી ત્યાં અટકી ન હતી, તેઓ ત્યાંથી પરત સુરત આવી પહોંચ્યા હતા. અંતે, ટેકનિકલ સર્વેલન્સ (Technical Surveillance) અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે સુરતના પંડોળ (Pandol) વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી ત્રણેય બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા હતા. બાળકોને હેમખેમ પાછા મેળવીને પરિવારજનોએ સુરત પોલીસનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: Vadodara માં શિવશક્તિ ફરસાણના સમોસામાંથી વંદો નીકળતા તંત્ર એક્શનમાં, દુકાન સીલ, શહેરભરમાં દરોડા


