Surat: સુરતમાં વિકસિત ભારત G-Ram-G બાબતે પત્રકાર પરિષદ, CR Patil નું મહત્વનું નિવેદન
- સુરતમાં વિકસિત ભારત G-Ram-G બાબતે પત્રકાર પરિષદ
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલનું ( CR Patil) મહત્વનું નિવેદન
- G-Ram-G યોજના PM દ્વારા બનાવવામાં આવી છે: સીઆર પાટીલ
- "વિકસિત ભારત બનાવવા PMએ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા"
- "નરેગા બાદમાં મનરેગા અને હવે G-Ram-G યોજના નામ અપાયું"
Surat: સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ( CR Patil) 'વિકસિત ભારત - G RAM G' (VB-G RAM G) યોજના અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ યોજના સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘડવામાં આવી છે અને તે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટેનું ક્રાંતિકારી પગલું છે. સી આર પાટીલે કહ્યું કે વિકસિત ભારત બનાવવા માટે પીએમ મોદીએ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા, જેથી સીધા લાભાર્થીઓના ખાતામાં રકમ જમા થાય.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલનું મહત્વનું નિવેદન
તેમણે ઉમેર્યું કે (MGNREGA)મનરેગા તરીકે ઓળખાતી આ યોજનાને હવે 'VB-G RAM G' (વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ) નામ આપવામાં આવ્યું છે. આ યોજના માત્ર નામ બદલવાની નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાને વધુ મજબૂત બનાવવાની છે.વિકસિત ભારત અંતર્ગત 15 કરોડ ઘરો માં નળ થી જળની સુવિધા અપાઈ છે.
વિકસિત ભારત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે.
Surat : સુરતમાં વિકસિત ભારત G-Ram-G બાબતે પત્રકાર પરિષદ
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલનું મહત્વનું નિવેદન
G-Ram-G યોજના PM દ્વારા બનાવવામાં આવી છે: સીઆર પાટીલ
"વિકસિત ભારત બનાવવા PMએ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા"
"નરેગા બાદમાં મનરેગા અને હવે G-Ram-G યોજના નામ અપાયું"… pic.twitter.com/YbjnG3jlOP— Gujarat First (@GujaratFirst) January 11, 2026
VB-G RAM G યોજના વિશે સંપૂર્ણ માહિતી
VB-G RAM G એટલે Viksit Bharat – Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin) (વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ). આ યોજના ડિસેમ્બર 2025 માં લોકસભામાં રજૂ કરાયેલા બિલ દ્વારા અમલમાં આવી છે અને તે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ને સંપૂર્ણપણે બદલી નાખે છે. રાષ્ટ્રપતિએ 21 ડિસેમ્બર, 2025 ના રોજ આ બિલને મંજૂરી આપીને તેને કાયદો બનાવ્યો છે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિકસિત ભારત @2047 ના રાષ્ટ્રીય સંકલ્પને અનુરૂપ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર, આજીવિકા અને અવસરોને મજબૂત બનાવવાનો છે. તે માત્ર નામ બદલવાની નથી, પરંતુ ગ્રામીણ રોજગાર વ્યવસ્થામાં વ્યાપક સુધારા લાવવાની છે.
મુખ્ય વિશેષતાઓ અને ફેરફારો
ગ્રામીણ પરિવારોને વર્ષમાં 125 દિવસની વેતન આધારિત રોજગારીની ગેરંટી (પહેલાં MGNREGAમાં 100 દિવસ હતા). ખેતીની મોસમ દરમિયાન (સીઝનલ) 60 દિવસનો 'નો-વર્ક' પીરિયડ પણ રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ દ્વારા ગુજરાતમાં યોજનાની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ યોજના દેશભરના ગામડાઓને મજબૂત બનાવીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના માર્ગમાં મહત્વનું યોગદાન આપશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: Studio on Wheels: ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ માર્બલ, માઇન્સનો મહારિપોર્ટ!


