Surat માં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 86 માસૂમોને નરકાગારમાંથી ઉગારાયા
- Surat પોલેસ કર્યો બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ
- 22 અજાણ્યા, 4 જેટલા લોકો સામે ફરિયાદ
- સુરત પોલીસે તપાસ શરૂ કરી
Surat Child Labor Racket: સુરતના પુણા વિસ્તાર (Pune Area) માં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં રાજસ્થાન (Rajasthan) થી લવાયેલા માસૂમ બાળકો પાસે મજૂરી કરાવવાનું મસમોટું રેકેટ (Racket) ઝડપાયું છે. સુરત પોલીસ અને રાજસ્થાનની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (Task Force) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન પુણા વિસ્તારના અંદાજે 100 જેટલા મકાનોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ
86 બાળકો સગીર વયના મળ્યા
દરોડા દરમિયાન કુલ 93 વ્યક્તિઓને શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા, જેમાંથી ઊંડાણપૂર્વકની તપાસ બાદ 86 બાળકો સગીર વયના (Minor) હોવાનું સામે આવ્યું છે. આ માસૂમોને રાજસ્થાનના અંતરિયાળ ગામડાઓમાંથી લાવી અહીં મજૂરીના વિષચક્રમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
Surat: 13 કલાક સુધી કામ કરાવાતું
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અત્યંત ચોંકાવનારી છે. આ બાળકો પાસે સાડી ફોલ્ડિંગ (Saree Folding) જેવી સખત મજૂરી દિવસના 13 કલાક સુધી કરાવવામાં આવતી હતી. આધુનિક ગુલામીના આ કિસ્સામાં બાળકોને રોકડ રકમ આપવાને બદલે તેમનું મહેનતાણું સીધું તેમના માતા-પિતાના ખાતામાં ઓનલાઇન જમા કરાવી દેવામાં આવતું હતું, જેથી બાળકો ભાગી ન શકે કે વિરોધ ન કરી શકે. આ મામલે સુરત પોલીસે કડક કાર્યવાહી (Legal Action) શરૂ કરી છે અને 4 નામજોગ આરોપીઓ સહિત 22 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તમામ બાળકોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
"બાળકો શાળામાં ભણતા શોભે, આવી કાળી મજૂરીમાં નહીં."
આ સમગ્ર ઓપરેશનમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) અને પોલીસની ટીમો સક્રિય રીતે જોડાઈ છે. સુરત એડિશનલ પોલીસ કમિશનર (Addl. CP) બલરામ મીનાએ આ અંગે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "બાળકો શાળામાં ભણતા શોભે, આવી કાળી મજૂરીમાં નહીં." હાલમાં પ્રાથમિકતા બાળકોને સુરક્ષિત રીતે તેમના વાલીઓ (Guardians) સુધી પહોંચાડવાની છે. એકવાર બાળકો સુરક્ષિત સ્થળે પહોંચી જાય અને તેમની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થાય, ત્યારબાદ આ રેકેટમાં સામેલ તમામ ગુનેગારોની ધરપકડ (Arrest) કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવશે.
બાળ મજૂરી કરાવતા તત્વોમાં ફફડાટ
રાજસ્થાન ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસની આ સફળ કામગીરીથી સમગ્ર રાજ્યમાં બાળ મજૂરી કરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રેસ્ક્યુ (Rescue) કરાયેલા બાળકોને હાલ બાળ ગૃહમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે વિશ્વાસ અપાવ્યો છે કે આ માનવ તસ્કરી (Human Trafficking) અને બાળ મજૂરીના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે તપાસના તાર રાજસ્થાનના ગામડાઓ સુધી લંબાવવામાં આવશે અને જવાબદારો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Surat: પોલીસ બની 'સ્નેચર'! રસ્તા પર લાઈવ ડેમો જોઈ લોકો ચોંક્યા


