Kirti Patel Surat Case: પોલીસ સ્ટેશન બહાર જ મચાવ્યો હોબાળો, કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા પોલીસકર્મી સામે FIR
Kirti Patel Surat Case: સુરત (Surat) ના પુણા પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવવા બદલ વિવાદિત કીર્તિ પટેલ (Kirti Patel) અને ભાવનગરની સસ્પેન્ડેડ પોલીસકર્મી નયના બારૈયા સામે વધુ એક FIR દાખલ થઈ છે. બદનક્ષીના કેસમાં આવેલી કીર્તિએ પોલીસ મથકે ધમાલ કરી હતી. અગાઉ પણ તેની સામે ખંડણી અને અપહરણ જેવા ગુના નોંધાયેલા છે.
Advertisement
Kirti Patel Surat Case: પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને કરતૂતોના કારણે અવારનવાર ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ (Kirti Patel) ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત (Surat) શહેરના પુણા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલ સામે વધુ એક નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં તેની સાથે ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસકર્મી નયના બારૈયા (Nayana Baraiya) સામે પણ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ મથકની બહાર કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને ભારે હોબાળો મચાવવાના આક્ષેપ હેઠળ પોલીસે આ કાર્યવાહી કરી છે.

