Surat: ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાનું રેકેટ ઝડપાયું
- ગુજરાત એટીએસ (ATS) દ્વારા સુરત પોલીસ (Police)ને ઇનપુટ આપવામાં આવ્યા
- અડાજણ અને વેસુ વિસ્તારમાં આવેલી બે ઓફિસોમાં રેકેટ ચાલતુ
- SIP LINE માં વિદેશથી આવતા કોલને ડાયવર્ટ કરાતા હતા
Suratમાં ઇન્ટરનેશનલ કોલ (International calls) ને લોકલ કોલમાં કન્વર્ટ કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં ગુજરાત એટીએસ (ATS) દ્વારા સુરત પોલીસને ઇનપુટ આપવામાં આવ્યા હતા જેમાં અડાજણ અને વેસુ વિસ્તારમાં આવેલી બે ઓફિસોમાં જીયો કંપની તરફથી આપવામાં આવેલી SIP LINE માં વિદેશથી આવતા કોલને ડાયવર્ટ કરાતા હતા, જે ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરી ભારત સરકારને આર્થિક નુકસાન કરાતું હતુ.
JIO કંપની તરફથી આશંકા વ્યક્ત કરવામાં આવતા સમગ્ર રેકેટનો પર્દાફાશ
JIO કંપની તરફથી આશંકા વ્યક્ત કરવામાં આવતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં JIO કંપનીના ઓથોરાઈઝ કર્મચારી તથા હોમ સેટ અપ એન્ડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઈઝ વ્યક્તિ તરીકે ભગતસિંહ ઇન્દ્રસિંહ પરમારનું નામ બહાર આવ્યું છે. જ્યારે સન ઇન્ફ્રા સાઈટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ તરીકે સોની પાલ અનુભવ શ્રીવાસ્તવનું નામ સામે આવતા બંને વિરુદ્ધ ફરિયાદ લઈ અડાજણ અને વેસુની એક્ચ્યુઅલટ સોપર્સની ઓફિસ નંબર 316 માં તપાસ કરાઈ હતી. જે બંને ઓફિસોમાં SIP LINE ઝડપી પાડવામાં આવી હતી. તેમજ ઓફિસમાંથી સીપીયુ, રાઉટર, ડોંગલ અને મોડેમ કબજે કરાયું છે.
આ પણ વાંચો: Bharuch: દહેજની GFL કંપનીમાં બની મોટી દુર્ઘટના, ત્રણ કામદાર અને એક કર્મચારીનું મોત
સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી
આ અંગે સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ બંને ઓફિસોમાં એક નાનકડી રૂમ રાખી કોમ્પ્યુટર, સીપીયુ સહિત સિસ્ટમ ફીટ કરવામાં આવી હતી. હમણાં સુધી ઇન્ટરનેશનલ કોલ (International calls)ને ડાયવર્ટ કરી લોકલ કોલમાં કન્વર્ટ કરવાના રેકેટમાં તપાસમાં અડાજનના જોયોઝ હબમાં જીઓ કંપની 500 લાઈન લેવામાં આવી હતી. જ્યારે વેસુની ઓફિસમાં 250 લાઈન એક્ટિવેટ કરાવી ખેલ કરાતો હતો. જે લાઈનથી ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવામાં આવતા હતા. જેમાં ટેલિકોમ સર્વિસ કંપની અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.
આ પણ વાંચો: Rajkot: શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિવાદમાં આવ્યું, અગ્નિકાંડ સર્જાય તેવો Video Viral