Surat Railway Station નજીક ગેસ્ટ હાઉસમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ: મેનેજર સહિત 4 ધરપકડ
Surat Prostitution Racket Busted: સુરત (Surat) સ્ટેશન વિસ્તારના સહયોગ ગેસ્ટ હાઉસમાં ચાલતા સેક્સ રેકેટ ઝડપાયું છે. મહિધરપુરા પોલીસે મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે સંચાલક અને દલાલ વોન્ટેડ છે. ગ્રાહકો પાસેથી 1,000 રૂપિયા વસૂલી યુવતીઓને 200 રૂપિયા અપાતા હતા. પોલીસે 2 લલનાઓને મુક્ત કરાવી વધુ તપાસ શરૂ કરી છે.
Advertisement
Surat Prostitution Racket Busted: સુરત (Surat) ના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ધમધમતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે વહેલી સવારે દરોડા પાડ્યા છે. સ્ટેશન રોડ પર આવેલા પ્રખ્યાત સહયોગ ગેસ્ટ હાઉસ (Sahyog Guest House) માં બહારથી યુવતીઓ લાવીને કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 2 ભોગ બનનાર યુવતીઓ મળી આવી હતી, જેમને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

