Train Cancelled News: મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈ-અમદાવાદ રૂટ પર ટ્રેન વ્યવહાર પર માઠી અસર પડી છે. ટ્રેનોના સમયપત્રક ખોરવાઈ જતાં સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા છે. ઘણા મુસાફરો કે જેઓ તિરુપતિ બાલાજીના દર્શન માટે કે અન્ય ધાર્મિક અને વ્યવસાયિક કામકાજ માટે નીકળ્યા હતા, તેઓ સ્ટેશન પર જ કલાકો સુધી રાહ જોવા મજબૂર બન્યા છે.
મુંબઈ વરસાદે ટ્રેન વ્યવહાર ખોરવ્યો
રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા સુરક્ષાના ભાગરૂપે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી ચાલી રહી છે. રેલવે સ્ટેશન પર પરિસ્થિતિ એવી છે કે મુસાફરો પોતાના પરિવાર સાથે પ્લેટફોર્મ પર જ રાતવાસો કરવા મજબૂર બન્યા છે.
રેલવે વિભાગ દ્વારા રદ કરાયેલી ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી
મુસાફરોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. મુસાફરોને મદદ મળી રહે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં સતત પૂછપરછનો મારો ચાલી રહ્યો છે. રેલવે વિભાગ દ્વારા રદ કરાયેલી ટ્રેનોની લાંબી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વૈતર્ણા, સફાલે, પાલઘર, બોઈસર, વાનગાંવ, દહાણુ રોડ, વાપી અને નવસારી સહિતના રૂટ પરની ટ્રેનોનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા રદ થયેલી ટ્રેનની યાદી જાહેર કરાઈ
- - 12972 – વૈતર્ણા (પ્રસ્થાન: સવારે 8:00 વાગ્યે)
- - 12228 – સફાલે (પ્રસ્થાન: સવારે 7:30 વાગ્યે)
- - 93004 – સફાલે નજીક (સવારે 7:40 વાગ્યે)
- - 12268 – સફાલે (આગમન: સવારે 7:50 વાગ્યે)
- - 12952 – કેલવે રોડ (આગમન: સવારે 7:50 વાગ્યે)
- - 59024 – પાલઘર (પ્રસ્થાન: સવારે 7:55 વાગ્યે)
- - 93006 – પાલઘર (આગમન: સવારે 8:20 વાગ્યે)
- - 12910 – પાલઘર (આગમન: સવારે 8:30 વાગ્યે)
- - 22924 – બોઈસર (આગમન: સવારે 8:20 વાગ્યે)
- - 12922 – વાનગાંવ (આગમન: સવારે 8:20 વાગ્યે)
- - 93202 – વાનગાંવ (આગમન: સવારે 7:45 વાગ્યે)
- - 04725 – દહાણુ રોડ (આગમન: સવારે 7:40 વાગ્યે)
- - 12954 – દહાણુ રોડ (આગમન: સવારે 8:20 વાગ્યે)
- - 09038 – ઘોલવડ (આગમન: સવારે 8:50 વાગ્યે)
- - 19002 – સંજાણ (પ્રસ્થાન: સવારે 8:50 વાગ્યે)
- - 05183 – સંજાણ (આગમન: સવારે 8:40 વાગ્યે)
- - 22956 – વાપી (આગમન: સવારે 8:35 વાગ્યે)
- - 12479 – વલસાડ (આગમન: સવારે 8:40 વાગ્યે
- - 19418 – ડુંગરી (પ્રસ્થાન: સવારે 8:40 વાગ્યે)
- - 12934 – નવસારી (આગમન: સવારે 8:45 વાગ્યે)
- - 22962 – સચિન (આગમન: સવારે 8:50 વાગ્યે)
આ પણ વાંચો: ટ્રેનમાં મુસાફરી કરવાના હોવ તો થોભી જજો! મુંબઈ-ગુજરાત રેલવે રૂટ પર મોટી આફત, કર્ણાવતી સહિતની ટ્રેનો રદ