Surat Rain: શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી
- પાલિકા તંત્રની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ફરી ઉઘાડી પડી
- શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે
- સુરત મેયર દક્ષેશ માવાણી રાઉન્ડ પર નીકળ્યા
Surat Rain: સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઇ છે. જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમાં ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા ભારે હાલાકી લોકોને થઇ રહી છે. તથા સ્થાનિક દુકાનદારોના ધંધા વેપાર પર પણ માઠી અસર થઇ છે. વરસાદી પાણીની સાથે ગટરના પાણીની દુર્ગંધથી લોકો પરેશાન છે. તથા ઔદ્યોગિક એકમોના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર થયા છે.
પાલિકા તંત્રની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ફરી ઉઘાડી પડી
પાલિકા તંત્રની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ફરી ઉઘાડી પડી છે. જેમાં સુરતમાં છેલ્લા પાંચ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે 6:00 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ આવ્યો છે. તેથી શહેરના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ છે.
અનેક વાહનો પાણીમાં ગરકાવ થતા બંધ પડ્યા
સુરતમાં વરસાદની તોફાની ઇનિંગના પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તેથી ઉધના નવસારી રોડ ઉપર પાણી ભરાવાના કારણે વાહનોની લાંબી કતાર લાગી છે. અનેક વાહનો પાણીમાં ગરકાવ થતા બંધ પડ્યા છે. વાહન ચાલકોએ ધક્કા મારવાનો વારો આવ્યો છે. સુરતમાં ફરી મેઘાની તોફાની ઈનિંગના પગલે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ છે.
સુરત મેયર દક્ષેશ માવાણી રાઉન્ડ પર નીકળ્યા
સુરત મેયર દક્ષેશ માવાણી રાઉન્ડ પર નીકળ્યા છે. જેમાં મેયર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા જાતે રાઉન્ડ પણ નીકળ્યા છે. તથા સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત છે. ઉધના નવસારી રોડ પર પાણી ભરવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. જે પાણીનો ઝડપી નિકાલ કરાવવા મેયર જાતે મેદાને ઉતર્યા છે. વરસાદનો લાભ લઇ કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા અનટ્રીટેડ પાણી છોડવામાં આવ્યું છે. જે પાણી ઉધના નવસારી રોડ પર ભરાયેલા વરસાદી પાણીમાં ભળી જતા લોકોને મુશ્કેલી પડી છે.
મેયરે સ્થળ મુલાકાત લઇ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો
મેયરે સ્થળ મુલાકાત લઇ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે. તથા તાત્કાલિક ગેરકાયદેસર આઉટલેટ શોધી કાઢવા અધિકારીઓને આદેશ આપ્યા છે. જે ઔદ્યોગિક એકમો દ્વારા અનટ્રિટેડ પાણી વરસાદી પાણીમાં છોડવામાં આવ્યું છે તેવા એકમાને સીલ કરવા આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: Gujarat Rain: સમગ્ર રાજ્યના 204 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા ખાબક્યો સૌથી વધુ વરસાદ