Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat માં ખાખીનો સપાટો: Rajasthan Police એ 84 માસૂમોને બાળ મજૂરીના નર્કમાંથી છોડાવ્યા

સુરતની ચકાચૌંધ પાછળ છુપાયેલું બાળ મજૂરીનું કાળું સત્ય સામે આવ્યું છે. રાજસ્થાન અને સુરત પોલીસે પુણા વિસ્તારની ફેક્ટરીઓમાંથી 84 આદિવાસી બાળકોને મુક્ત કરાવ્યા છે, જેમને માત્ર 5 હજાર રૂપિયાની લાલચે કાળી મજૂરીમાં ધકેલી દેવાયા હતા. આ માસૂમોની આંખોમાં રહેલો ડર અને તેમની મુક્તિની આ સનસનાટીભરી વાર્તા જાણવા જેવી છે. શું હજુ પણ આપણી આસપાસ આવા માસૂમો શોષાઈ રહ્યા છે?_
surat માં ખાખીનો સપાટો  rajasthan police એ 84 માસૂમોને બાળ મજૂરીના નર્કમાંથી છોડાવ્યા
Advertisement
  • સુરતમાં પોલીસનું મેગા ઓપરેશન: 84 બાળકો મુક્ત
  • રાજસ્થાન અને સુરત પોલીસે સંયુક્ત રીતે ફેક્ટરીઓમાં પાડ્યા દરોડા
  • ઉદયપુરના 84 આદિવાસી બાળકોને બાળ મજૂરીમાંથી છોડાવાયા
  • પુણા વિસ્તારની ફેક્ટરીઓમાં માસૂમો પાસે કરાતું હતું જોખમી કામ
  • માત્ર 5 હજાર રૂપિયા માટે બાળકોના ભવિષ્ય સાથે ખિલાવાડ

Surat Child Labor Rescue: ગુજરાતના ઔદ્યોગિક પાટનગર સુરતમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરત પોલીસ (Surat Police) અને રાજસ્થાન પોલીસે (Rajasthan Police) સંયુક્ત રીતે હાથ ધરેલા એક મેગા સર્ચ ઓપરેશન (Search Operation) દરમિયાન શહેરના પુણા વિસ્તારમાંથી 84 જેટલા આદિવાસી બાળકોને બાળ મજૂરીના (Child Labor) સકંજામાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. આ તમામ બાળકો રાજસ્થાનના ઉદયપુર (Udaipur) જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના હોવાનું જાણવા મળ્યું છે.

માત્ર 5 હજાર માટે માસૂમોનું વેચાણ

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અત્યંત ચોંકાવનારી છે. આ માસૂમ બાળકોને તેમના વતનથી લલચાવી-ફોસલાવીને સુરત લાવવામાં આવ્યા હતા. અહીંની વિવિધ નાની-મોટી ફેક્ટરીઓમાં (Factories) તેમની પાસે અત્યંત જોખમી અને કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ બાળકોના બાળપણને માત્ર 5 હજાર રૂપિયા જેવી નજીવી રકમ માટે ગિરવે મૂકી દેવામાં આવ્યું હતું. વહેલી સવારથી મોડી રાત સુધી આ બાળકો પાસે મશીનો પર કામ કરાવવામાં આવતું હતું, જે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક હતું.

Advertisement

Advertisement

પોલીસનો સપાટો અને તપાસ

રાજસ્થાનમાં ગુમ થયેલા બાળકોની ફરિયાદો અને હ્યુમન ટ્રાફિકિંગના (Human Trafficking) ઈનપુટ્સને આધારે રાજસ્થાન પોલીસની ટીમ સુરત પહોંચી હતી. સ્થાનિક પુણા પોલીસને (Puna Police) સાથે રાખીને વિવિધ ઔદ્યોગિક એકમોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન ફેક્ટરીઓની પાછળના ગુપ્ત ભાગોમાં છુપાવી રાખવામાં આવેલા બાળકો મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

વચેટિયા સામે કડક કાર્યવાહી શરૂ

હાલમાં પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી ફેક્ટરી માલિકો અને આ નેટવર્ક ચલાવતા વચેટિયાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. તમામ 84 બાળકોને હાલ સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડવામાં આવ્યા છે. આ ઓપરેશન બાદ સુરતના અન્ય વિસ્તારોમાં પણ બાળ મજૂરી નાબૂદ કરવા માટે ડ્રાઈવ ચલાવવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Snake Rescue Live Video: સાવધાન! તમારા એસીમાં પણ હોઈ શકે છે સાપ

Tags :
Advertisement

.

×