World Drugs Day : સુરતના યુવાનનો ચોંકાવનારો કીર્તિમાન: દાંતથી એકસાથે ખેંચી 8 કાર, તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
World Drugs Day : વર્લ્ડ ડ્રગ્સ ડે નિમિત્તે સુરતના વાય જંક્શન ખાતે યુથ નેશન (Youth Nation) સંસ્થા દ્વારા નશામુક્તિ અભિયાન અંતર્ગત અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાકેશ સૈની (Rakesh Saini) એ દાંતથી 8 કાર ખેંચીને અગાઉનો 5 કારનો રેકોર્ડ તોડી નવો વિશ્વવિક્રમ સર્જ્યો છે અને ગિનીસ બુક (Guinness Book) માટે દાવો કર્યો છે.
Advertisement
World Drugs Day : વિશ્વભરમાં જ્યારે 26 જૂનના રોજ 'વર્લ્ડ ડ્રગ્સ ડે' (World Drugs Day) અથવા 'આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ' મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતના વાય જંક્શન (Y Junction) ચાર રસ્તા ખાતે 'યુથ નેશન' (Youth Nation) સંસ્થા દ્વારા યુવાનોમાં નશામુક્તિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક અનોખા અને ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર ત્યારે બન્યો જ્યારે એક સુરતી યુવાને પોતાના અદભુત શારીરિક કૌશલ્યથી નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો.

