Surat : જૈન સાધુઓને વિહાર વખતે સુરક્ષા મળી રહે તે માટે રેલી યોજાઈ, કલેક્ટરને અપાયું આવેદન પત્ર
- Surat માં જૈન સમાજના લોકો અને સાધુ-સંતો દ્વારા રેલી યોજાઈ
- અડાજણ વિસ્તારથી Surat District Collector Office સુધી રેલી નીકળી
- વિહાર કરતા જૈન સાધુ સંતોની Road Safety માટે પગલા લેવા માગ કરાઈ
Surat : તાજેતરમાં રાજસ્થાનના પાલીમાં એક જૈન સાધુ વિહાર કરી રહ્યા હતા ત્યારે એક ભારે વાહનની ટક્કરથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના પડઘા રાજસ્થાન તેમજ ગુજરાતના જૈન સમાજમાં પડ્યા છે. સુરતમાં વસતા જૈન સમાજના સભ્યોએ આ ઘટના બાદ એક રેલી દ્વારા વિરોધ નોંધાવ્યો છે. તેમની માંગણી છે કે આવી ઘટના ફરીથી ન બનવી જોઈએ અને વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીઓની સુરક્ષા (Road Safety) માટે સરકાર આવશ્યક પગલાં ભરે.
વિશાળ રેલીનું આયોજન
રાજસ્થાનના પાલીમાં એક જૈન સાધુનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતા જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ ઘટનાના પડઘા રાજસ્થાન ઉપરાંત ગુજરાતના જૈન સમાજમાં પણ પડ્યા છે. સુરતમાં વસતા જૈન સમાજના સભ્યો, સાધુ-સંતોએ એક વિશાળ રેલી યોજી હતી. આ રેલી અડાજણથી નીકળીને સુરત જિલ્લા કલેક્ટર ઓફિસ (Surat District Collector Office) સુધી કાઢવામાં આવી હતી. આ રેલીના આયોજન પાછળનો મુખ્ય હેતુ વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ સલામતિ મળી રહે તે માટેનો હતો. જૈન સમાજના અગ્રણી અજિત મહેતાએ જણાવ્યું હતું કે, વિહાર કરનાર જૈન સાધુ રોડથી 8 ફૂટ દૂર હતા છતાં ટ્રકે રોડ પરથી ઉતરી જઈને તેમને ટક્કર મારી છે. આ ઘટનાની સત્વરે તપાસ થાય અને આરોપીઓને સજા થાય. જેથી બીજીવખત કોઈ આ ઘટનાનું પુનરાવર્તન ન કરે. વિહાર કરતા જૈન સાધુ સંતોને માર્ગ સલામતિ (Road Safety) માટે જરુરી સુરક્ષા મળી રહે તેવી અમારી માંગ છે.
Jain monk road accident Gujarat First-
આ પણ વાંચોઃ Mahesana: કડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો ચૂંટણી જંગ, વિસાવદરમાં મહંત મહેશગીરી આપ્યું મોટુ નિવેદન
કલેક્ટરને આવેદન અપાયું
તાજેતરમાં રાજસ્થાનમાં જૈન મુનિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ માત્ર રાજસ્થાન જ નહિ પરંતુ ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. આ સંદર્ભે સુરતમાં પણ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈન સમાજના લોકો, સાધુ-સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા. શાંતિપૂર્ણ રીતે યોજાયેલ આ રેલી અડાજણ વિસ્તારથી નીકળીને Surat District Collector Office સુધી યોજાઈ હતી. જેમાં જૈન સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વિહાર કરતા જૈન મુનિઓની માર્ગ સલામતિ માટે જરુરી સુરક્ષા કરવાની માંગણી કરવામાં આવી છે.
Jain monk road accident Gujarat First--
આ પણ વાંચોઃ Vadodra માં કોરોનાની એન્ટ્રીઃ નવા 6 કેસ સામે આવતા તંત્ર આવ્યું હરકતમાં