Surat : નેપાળમાં ફસાયેલા નાગરિકો અને હેલ્મેટ કાયદા અંગે સાંસદ મુકેશ દલાલની પ્રતિક્રિયા
- નેપાળમાં ફસાયેલા Surat નાં 20 પ્રવાસીઓને સુરક્ષિત પરત લવાયા
- સાંસદ મુકેશ દલાલની દરમ્યાનગીરીથી પ્રવાસીઓ હેમખેમ સુરત આવશે
- હેલ્મેટ નિયમ મામલે સાંસદ મુકેશ દલાલની પ્રતિક્રિયા આવી સામે
- હેલ્મેટ એ આપણી સુરક્ષા અને સલામતી માટે હોય છે : મુકેશ દલાલ
Surat : નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો (Nepal Protests) વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત વતન લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્યારે નેપાળમાં ફસાયેલા કેટલાક ગુજરાતી નાગરિકોને પરત લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા પણ ખાસ ઓપરેશન હાથ ધરાયું છે. જે હેઠળ ભાવનગર બાદ હવે સુરતનાં 20 પ્રવાસીને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી રહ્યા છે. જે અંગે સાંસદ મુકેશ દલાલે (MP Mukesh Dalal) માહિતી આપી છે. સાસંદે હેલ્મેટ (Helmet Rules) અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો - Gujarat : ફેક્ટરી માલિક, કૉન્ટ્રાક્ટરો અને બિલ્ડરો માટે આ જાણકારી મહત્વની, અસ્થાયી કામદારોની નોંધણી નહીં કરાવો તો...
સાંસદ મુકેશ દલાલની દરમ્યાનગીરીથી પ્રવાસીઓ હેમખેમ Surat પરત ફરશે
લોકસભા સાસંદ મુકેશ દલાલે જણાવ્યું કે, નેપાળમાં (Nepal Protests) ફસાયેલા સુરતનાં (Surat) અંદાજે 20 પ્રવાસીઓને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. નેપાળનાં કાઠમંડુમાં આ તમામ પ્રવાસીઓ ફસાયા હતા. પ્રવાસીઓએ સુરતનાં સાંસદ મુકેશ દલાલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. સાથે જ નેપાળ એમ્બેસી અને વિદેશ મંત્રાલયનો પણ સંપર્ક કર્યો હતો. ફસાયેલા તમામ 20 પ્રવાસીઓ બેંક અધિકારીઓ હોવાનું જાણવા મળ્યું છે. મુકેશ દલાલે વીડિયો કોલ મારફત પ્રવાસીઓનાં ખબર અંતર પૂછ્યા હતા અને ત્યા બાદ તમામ સુરક્ષિત હોવાની ખાતરી આપી છે. નેપાળથી સુરક્ષિત રીતે આવેલા તમામ પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને સરકારનો આભાર માન્યો છે.
આ પણ વાંચો - Punjab પૂર પ્રભાવિત લોકોની સહાય, 700 ટનથી વધુ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેનને CMએ લીલીઝંડી આપી
હેલ્મેટ એ આપણી સુરક્ષા અને સલામતી માટે હોય છે : મુકેશ દલાલ
બીજી તરફ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટને (Helmet Rules) લઈ અનેક જગ્યાએ નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ પોલીસ દ્વારા હેલ્મેટ મામલે દંડ નહીં વસૂલવામાં આવે એવા સમાચાર છે. જો કે, હેલ્મેટનાં નિમય અંગે સાંસદ મુકેશ દલાલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હેલ્મેટ આપણી સુરક્ષા માટે હોય છે, આથી ટુવ્હિલર વાહનચાલકોએ હેલ્મેટ પહેરવું જોઈએ. હેલ્મેટ પહેરવા માટે લોકોમાં જાગૃતતા આવે તેવો સરકારનો પ્રયાસ છે. રાજ્ય સરકારે હાઈકોર્ટનાં આદેશનું પાલન કરવાનું હોય છે. જે રાજ્ય સરકાર પાલન કરી રહી છે, જેના કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હેલ્મેટનાં કાયદાની અમલવારી કરાવવામાં આવી રહી છે. હેલ્મેટનાં કાયદાનું મહત્ત્વ લોકોને સમજાય તે માટે સરકારે સમય આપ્યો છે. તેમણે કહ્યું કે, હેલ્મેટ એ આપણી સુરક્ષા અને સલામતી માટે હોય છે.
આ પણ વાંચો - Vadodara : કોર્ટમાંથી ફરાર આરોપી સુરતથી ઝડપાયો, મદદગારની તપાસ જારી