Surat Firing Case: 48 દિવસ બાદ RFO સોનલ સોલંકીનું અવસાન, જાણો સમગ્ર મામલો!
Surat Firing Case: સુરતના કામરેજમાં 6 નવેમ્બરે RFO સોનલ સોલંકી પર તેમના RTO પતિ નિકુંજ ગોસ્વામીએ સોપારી આપી ફાયરિંગ કરાવ્યું હતું. માથામાં ગોળી વાગવાથી ગંભીર ઇજાગ્રસ્ત સોનલબેન 48 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. જેથી હવે પોલીસે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
- સુરતમાં RFO સોનલ સોલંકી પર ફાયરિંગનો મામલો
- લાંબી સારવાર બાદ અંતે RFO સોનલ સોલંકીનું થયું મોત
- RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામીએ કરાવ્યું હતું ફાયરિંગ
- 6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર થયું હતું ફાયરિંગ
Surat Firing Case: દક્ષિણ ગુજરાતના વહીવટી અને વન વિભાગના વર્તુળોમાં ભારે ચર્ચા જગાડનાર સુરતના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી (Sonal Solanki) પર થયેલા ફાયરિંગના કેસમાં આજે એક કરૂણ વળાંક આવ્યો છે. ગત 6 નવેમ્બરના રોજ થયેલા જીવલેણ હુમલા બાદ સુરતની હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા સોનલ સોલંકીનું 48 દિવસની લાંબી સારવાર બાદ અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વન વિભાગ સહિત સમગ્ર સુરતમાં શોકની લાગણી જન્મી છે.

