Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Molestation Case Surat: સુરતમાં છેડતી કરનારની જાહેરમાં ધોલાઈ, રણચંડી બનેલી નારીઓનો વીડિયો વાયરલ

સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં છેડતીના આરોપસર એક વ્યક્તિએ બે મહિલાઓએ જાહેરમાં મેથીપાક આપ્યો છે. રણચંડી બનેલી મહિલાઓએ જાહેરમાં લાફાવાળી કરી પંડિતને પાઠ ભણાવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો હવે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે, જોકે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ થઈ નથી.
molestation case surat  સુરતમાં છેડતી કરનારની જાહેરમાં ધોલાઈ  રણચંડી બનેલી નારીઓનો વીડિયો વાયરલ
Advertisement
  • Surat ના રુસ્તમપુરામાં છેડતીના આરોપસર પંડિતને જાહેરમાં અપાયો મેથીપાક
  • છેડતીથી પરેશાન બે મહિલાઓએ રણચંડી બની પંડિતને જાહેરમાં ફટકાર્યો
  • મહિલાઓએ જાહેરમાં લાફાવાળી કરી છેડતીખોરને પાઠ ભણાવ્યો હોવાનો દાવો
  • ઘટનાને પગલે રુસ્તમપુરા વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકઠા થયા

Surat ના રુસ્તમપુરા (Rustampura) વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પંડિત (Priest) પર છેડતીનો ગંભીર આરોપ (Allegation) લાગ્યો છે. પંડિતની હરકતોથી પરેશાન બે મહિલાઓએ પિત્તો ગુમાવ્યો હતો. આ બંને મહિલાઓએ રણચંડી (Furious) બનીને પંડિતને રસ્તા પર જ પકડી લીધો હતો. છેડતી કરનાર વ્યક્તિને પાઠ ભણાવવા મહિલાઓએ જાહેરમાં જ લાફાવાળી (Slapping) શરૂ કરી દીધી હતી. આ દ્રશ્યો જોઈ આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.

Molestation Case Surat Rustampura 0

Advertisement

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

મહિલાઓએ પંડિતને મેથીપાક (Thrashing) આપ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર તેજીથી વાયરલ (Viral) થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે મહિલાઓ પંડિત પર છેડતીનો આરોપ લગાવી રહી છે. આ કથિત પંડિતને જાહેરમાં માર મારતા જોઈ સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જાગી છે.

Advertisement

આ પણ વાંચો----- Porbandar માં હચમચાવનારી ઘટના, નવજાત બાળકની હત્યા અને પુરાવા મિટાવવાનું ષડયંત્ર

પોલીસ તપાસ અને સ્થાનિકોમાં ચર્ચા

આ ઘટનાનો વિડીયો પોલીસ (Police) સુધી પણ પહોંચ્યો છે. હાલમાં આ વાયરલ વિડીયો પોલીસ માટે તપાસનો વિષય (Subject of Investigation) બન્યો છે. પંડિત ખરેખર કોણ છે અને છેડતીની ઘટના પાછળનું સત્ય શું છે તે જાણવા પ્રયાસો થઈ રહ્યા છે. સુરતના જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા (Safety) અને લુખ્ખા તત્વોના ડર સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

ખાસ નોંધઃ આ વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ન્યૂઝ પૃષ્ટિ કરતું નથી. સમગ્ર મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

આ પણ વાંચો----- Rajkot માં Nursing College ની લાયબ્રેરીમાં છત પરથી પંખો પડ્યો, 3 વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત

 

Tags :
Advertisement

.

×