Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat News: છેડતી કરનાર દુકાનદારનો વરઘોડો જોઈ લોકોએ લગાવ્યા' પોલીસ ઝિંદાબાદ' ના નારા

Surat News: સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતી એક 11 વર્ષની માસૂમ બાળકી નજીકની દુકાને કોલ્ડ્રિંક્સ (સ્પ્રાઈટ) લેવા ગઈ હતી. આ સમયે દુકાનદાર પ્રભુલાલ માળીએ બાળકીની શારીરિક છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે.
surat news  છેડતી કરનાર દુકાનદારનો વરઘોડો જોઈ લોકોએ લગાવ્યા  પોલીસ ઝિંદાબાદ  ના નારા
Advertisement
  • Surat  માં સચિન GIDCમાં 11 વર્ષની બાળકીની છેડતી
  • દુકાનદાર પ્રભુલાલ માળી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
  • કોલડ્રિન્ક લેવા ગયેલી માસૂમ સાથે કરી હતી છેડતી
  • પોલીસે આરોપીની ધરપકડ કરી જાહેરમાં વરઘોડો કાઢ્યો
  • છેડતીખોર સામે કડક હાથે કામગીરી કરી પાઠ ભણાવ્યો

Surat News: સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતી એક 11 વર્ષની માસૂમ બાળકી નજીકની દુકાને કોલ્ડ્રિંક્સ (સ્પ્રાઈટ) લેવા ગઈ હતી. આ સમયે દુકાનદાર પ્રભુલાલ માળીએ બાળકીની શારીરિક છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. ઘટના અંગે માસૂમના પરિવારે હિંમત દાખવી સચિન GIDC પોલીસ મથકમાં નરાધમ પ્રભુલાલ માળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Surat News- Surat Police-Molestation Case-Gujarat first3

Advertisement

પોલીસે શિખવાડ્યો પાઠ

ફર્યાદ નોંધાતાની સાથે જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી અને આરોપી પ્રભુલાલ માળીની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. છેડતીખોરોમાં પોલીસનો ખૌફ પેદા થાય અને અન્ય કોઈ આવી હિંમત ન કરે તે હેતુથી પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ આરોપી પર ટપલીદાવ પણ કર્યો હતો.

Advertisement

Surat News- Surat Police-Molestation Case-Gujarat first

લોકોએ લગાવ્યા 'સુરત પોલીસ ઝિંદાબાદ'ના નારા

બે દિવસ અગાઉ અમરોલી વિસ્તારમાં બનેલી આવી જ એક ઘટના બાદ સુરત પોલીસ વધુ સતર્ક બની છે. સચિન GIDC પોલીસે જે રીતે કડક હાથે કામગીરી કરી આરોપીને જાહેરમાં કાયદાનો પાઠ ભણાવ્યો, તેનાથી સ્થાનિક લોકોમાં સંતોષ જોવા મળ્યો હતો. પોલીસની આ કામગીરીને બિરદાવતા લોકોએ 'સુરત પોલીસ ઝિંદાબાદ'ના નારા લગાવી પોલીસનો આભાર માન્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: સેમી કંડક્ટરથી રિયલ એસ્ટેટ સુધી, Gujarat વિશ્વ સાથે સ્પર્ધા કરશે, જાણો CM એ શું કહ્યું?

Tags :
Advertisement

.

×