Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Molestation Case: સુરતમાં છેડતીખોરનું સરઘસ, 11 વર્ષની બાળકીને અડપલાં કરનારને પોલીસે ભણાવ્યો પાઠ

સુરતના સચિન GIDC વિસ્તારમાં 11 વર્ષની માસૂમ બાળકીની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. દુકાનદાર પ્રભુલાલ માળીએ બાળકી સાથે અશોભનીય હરકત કરતા પોલીસે તેની ધરપકડ કરી જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસની આ સણસણતી કાર્યવાહીને પગલે સ્થાનિકોમાં સંતોષની લાગણી ફેલાઈ છે અને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
surat molestation case  સુરતમાં છેડતીખોરનું સરઘસ  11 વર્ષની બાળકીને અડપલાં કરનારને પોલીસે ભણાવ્યો પાઠ
Advertisement
  • Surat Molestation Case: છેડતીબાજની શાન આવી ઠેકાણે
  • સચિન GIDC વિસ્તારમાં પોલીસે જાહેરમાં આરોપીનું સઘસ કાઢ્યું
  • દુકાનદારે 11 વર્ષની બાળકીની કરી હતી શારીરિક છેડતી
  • કોલ્ડ્રિન્ક લેવા ગયેલી માસૂમ પર બગાડી હતી દાનત

Surat Molestation Case: સુરતના (Surat) સચિન GIDC (Sachin GIDC) વિસ્તારમાં માનવતા શર્મસાર થાય તેવી ઘટના સામે આવી છે. અહીં એક 11 વર્ષની માસૂમ બાળકી જ્યારે દુકાને કોલ્ડ્રિંન્ક (Sprite) લેવા ગઈ હતી, ત્યારે દુકાનદાર પ્રભુલાલ માળીએ તેની સાથે શારીરિક છેડતી (Molestation) કરી હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે બાળકીના પરિવારે હિંમત દાખવીને તાત્કાલિક પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી. માસૂમ બાળકી સાથે થયેલા આ દુર્વ્યવહારને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ (Anger) જોવા મળી રહ્યો છે.

Surat Molestation Case_GUJARAT 0

Advertisement

પોલીસે આરોપીની ધરપકડ કરી જાહેરમાં કાઢ્યો વરઘોડો

બાળકીના પરિવારની ફરિયાદના આધારે સચિન GIDC પોલીસે ત્વરિત કાર્યવાહી (Action) હાથ ધરી હતી. પોલીસે આરોપી પ્રભુલાલ માળીની ધરપકડ (Arrest) કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું. અન્ય કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરતા ડરે તે હેતુથી પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો (Public Procession) કાઢ્યો હતો. પોલીસની આ કડક કામગીરીથી સંતુષ્ટ થઈને લોકોએ 'સુરત પોલીસ ઝિંદાબાદ'ના નારા (Slogans) લગાવ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી (Investigation) તેજ બનાવી છે.

Advertisement

આ પણ વાંચો----- Ahmedabad Police હવે બનશે સુપર ફિટ, ‘Mission Fit Khakhi’ અંતર્ગત શરૂ થયું અત્યાધુનિક જિમ

બે દિવસ અગાઉ અમરોલીમાં પણ બની હતી આવી ઘટના

નોંધનીય છે કે બે (2) દિવસ અગાઉ સુરતના અમરોલી (Amroli) વિસ્તારમાં પણ છેડતીની આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. તે સમયે લોકોએ કાયદો હાથમાં લઈને છેડતીખોરને જાહેરમાં મેથીપાક (Thrashing) આપીને ધોલાઈ કરી હતી. લોકોએ આરોપી પર ટપલીદાવ (Slapping) પણ કર્યો હતો. જોકે, સચિનની ઘટનામાં પોલીસે કાયદાકીય રીતે આરોપીને જાહેરમાં લાવીને કડક સંદેશ આપ્યો છે. સુરત પોલીસની આ સક્રિયતાને કારણે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Surat Molestation Case_GUJARAT 01

આ પણ વાંચો---- Chhota Udepur: પાલિકાના નામે નકલી વેરા પાવતીનું મોટું કૌભાંડ, બોગસ દસ્તાવેજોના આધારે મેળવ્યા વીજ કનેક્શન

 

Tags :
Advertisement

.

×