Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Murder News: "મારી ભૂલ થઈ ગઈ" પુત્રને કરેલા એક મેસેજે પિતાને જેલભેગા કર્યા, આ રીતે હત્યાનો ભેદ ઉકેલાયો

Surat Murder News: સુરતના સલાબતપુરામાં પતિએ ચારિત્ર્યની શંકા રાખી ડાયટિશિયન પત્નીની હત્યા કરી લાશને સેટીમાં ભરી સિમેન્ટથી સીલ કરી દીધી હતી. પત્ની ગુમ હોવાનું નાટક કરી પોલીસને ગેરમાર્ગે દોરનાર પતિએ પુત્રને મેસેજ કર્યા બાદ ફરાર થયો હતો, પરંતુ પોલીસે તેને શોધી કાઢતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે.
surat murder news   મારી ભૂલ થઈ ગઈ  પુત્રને કરેલા એક મેસેજે પિતાને જેલભેગા કર્યા  આ રીતે હત્યાનો ભેદ ઉકેલાયો
Advertisement
  • Surat ના સલાબતપુરા વિસ્તારમાં પત્નીની કરૂણ હત્યા
  • ચારિત્ર્યની શંકા રાખી પતિએ કરી પત્નીની હત્યા
  • શિલ્પા સાલ્વેની લાશ લાકડાની પેટીમાં છુપાવી દીધી
  • લાશ ભરેલી પેટીને સિમેન્ટથી પેક કરી દીધી
  • પત્ની ગુમ હોવાનું જૂઠું નાટક પતિએ કર્યું
  • આરોપીએ ચિઠ્ઠી લખી હત્યાનો ગુનો કબૂલ કર્યો

Surat Murder News: સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં બનેલી ડાયટિશિયન શિલ્પા સાલ્વેની હત્યાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અનૈતિક સંબંધની શંકામાં પતિ વિશાલ સાલ્વેએ જ પત્નીની નિર્મમ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પત્નીની લાશને લાકડાની સેટીમાં પૂરી તેના પર સિમેન્ટ-રેતીનું લેયર બનાવી દેનાર પાખંડી પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે.

Surat ના સલાબતપુરામાં રૂંવાડા ઉભા કરી દે તેવી હત્યાની ઘટના

હત્યારા પતિ વિશાલે ત્રણ દિવસ અગાઉ પોલીસ મથકમાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસને એવી વાર્તા કહી હતી કે તેણે પત્નીને માન દરવાજા પાસે ડ્રોપ કરી હતી અને ત્યાંથી તે ગુમ થઈ છે. એટલું જ નહીં, પકડાઈ ન જાય તે માટે તે પોતે પોલીસની ટીમ સાથે રહીને પત્નીને શોધવાનું નાટક પણ કરતો રહ્યો હતો.

Advertisement

પુત્રને કરેલા મેસેજે ભાંડો ફોડ્યો

પોતાનો ભાંડો ફૂટી જવાની બીક લાગતા વિશાલે તેના પુત્રના મોબાઈલ પર "મારી ભૂલ થઈ ગઈ" તેવો મેસેજ લખ્યો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. આ મેસેજ બાદ પોલીસને તેના પર શંકા ગઈ અને જિલ્લામાંથી તેને ઝડપી પાડ્યો હતો. કડક પૂછપરછમાં તેણે પત્ની શિલ્પાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

Advertisement

આરોપીએ કરી કબૂલાત

આરોપીએ કબૂલાત કરી કે તે પત્નીને સલાબતપુરાના એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો અને ત્યાં તેની હત્યા કરી હતી. હત્યા બાદ લાશને લાકડાની સેટીમાં ભરી દીધી હતી અને ગંધ ન આવે તે માટે તેના પર સિમેન્ટ અને રેતીનું પડ ચડાવી દીધું હતું. હૃદયદ્રાવક વાત એ છે કે હત્યા કર્યા બાદ પણ આરોપી કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યો હતો.

મૃતક જાણીતી ડાયટિશિયન હતી

મૃતક શિલ્પા સાલ્વે અડાજણ વિસ્તારમાં પોતાનું ડાયટિશિયન ક્લિનિક ચલાવતી હતી અને અગાઉ સ્મીમેર હોસ્પિટલમાં પણ ફરજ બજાવી ચૂકી હતી. હાલ પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી છે અને સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ashok Chaudhary ને કેન્દ્રના સહકાર મંત્રાલયમાં મળ્યું મહત્વનું સ્થાન, જાણો વિગત

Tags :
Advertisement

.

×