સુરત સમરસ હોસ્ટેલ બહાર ભારે હોબાળો: બોયઝ હોસ્ટેલમાં જમવામાં વંદો મળતાં વિદ્યાર્થીઓ લાલઘૂમ
Surat Samras Boys Hostel: સુરત સમરસ ગર્લ્સ હોસ્ટેલના વિવાદ બાદ હવે બોયઝ હોસ્ટેલમાં ભોજનમાંથી વાંદો નીકળતાં હોબાળો મચી ગયો છે. ABVP આગેવાન શુભમ રાજપૂતની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ભોજનની થાળીઓ જમીન પર પટકીને ધરણા શરૂ કર્યા છે અને મેસ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગણી કરી છે.
Advertisement
Surat Samras Boys Hostel: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસ સ્થિત સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ખરાબ ભોજનનો વિવાદ હજુ માંડ શાંત થયો નથી, ત્યાં જ સમરસ બોયઝ હોસ્ટેલ (Samras Boys Hostel, Surat)માં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને અત્યંત શરમજનક અને ગંભીર લાપરવાહી સામે આવી છે. હોસ્ટેલની મેસમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી મરેલો વાંદો (Cockroach Found in Food) નીકળતાં વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીઓએ ભોજનની થાળીઓ જમીન પર પટકીને હોસ્ટેલ પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા શરૂ કર્યા હતા.

