સુરતમાં ચકચાર: સરથાણાની હોટેલ 'લા મરીના' માં દંપતીનો આપઘાતનો પ્રયાસ, પત્નીનું મોત
Surat Crime News: સુરતના (Surat) સરથાણામાં આવેલી 'લા મરીના' (La Marina) હોટેલમાં એક દંપતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી અને સરથાણા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Advertisement
Surat Crime News: સુરત (Surat) ના સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત ચકચારી અને આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં આવેલી એક નામચીન ખાનગી હોટેલ (Private Hotel) ના રૂમમાં એક પરિણીત દંપતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ (Suicide Attempt) કર્યો હતો. આ કરુણાંતિકામાં પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પતિને અત્યંત ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલ (Hospital) માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

