SBI Bank Strike: Surat SBI બેંક લૂંટ બાદ કર્મચારીઓ આક્રમક, 16 માંગણીઓ સાથે હડતાળનું એલાન
- SBI Bank Strike: Surat SBI બેંક લૂંટ બાદ કર્મચારીઓ લાલઘુમ
- ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ફેડરેશને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું
- 25 અને 26 તારીખે દેશભરના SBI કર્મચારીઓ સામૂહિક હડતાળ કરશે
- બેંક કર્મચારીઓની સુરક્ષા અને ભરતી સહિતની 16 મુખ્ય માંગણીઓ
SBI Bank Strike: સુરત (Surat) શહેરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ ઘટનાના વિરોધમાં ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફેડરેશન (All India State Bank of India Federation) હવે મેદાનમાં આવ્યું છે. બેંક કર્મચારીઓએ પોતાની સુરક્ષા (Security) અને અન્ય વહીવટી પ્રશ્નોને લઈને આગામી 25 અને 26 તારીખે સમગ્ર દેશમાં હડતાળ પર જવાનું એલાન (Announcement) કર્યું છે. અગાઉ 27 તારીખે સુરતની બેંકોમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની મુખ્ય 16 માંગણીઓ (Demands) સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ બનવાની શક્યતા છે.
સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર છીંડા (Security Lapses)
બેંકિંગ વ્યવહારમાં ગોલ્ડ (Gold) અને રોકડ (Cash) ની મોટી લેવડદેવડ થતી હોવાથી કર્મચારીઓ અને ગ્રાહકોની સલામતી અત્યંત અનિવાર્ય છે. વર્ષ 2022 થી બેંકમાં કાયમી સિક્યોરિટી ગાર્ડ (Security Guard) ની ભરતી (Recruitment) કરવામાં આવી નથી. સુરતની જે વરાછા શાખામાં લૂંટ થઈ, ત્યાં બેંકની સ્થાપના સમયથી કોઈ ગાર્ડ તૈનાત ન હતો. લૂંટારુઓએ આ વાતનો ફાયદો ઉઠાવીને સ્ટાફ અને ગ્રાહકોને બંધક (Hostage) બનાવી આસાનીથી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ અગાઉથી જ આયોજન (Planning) કર્યું હતું કે કયા સમયે બેંકમાં સુરક્ષા નબળી હોય છે.
આ પણ વાંચો---- Rajkot Gondal Chowkdi ગમખ્વાર અકસ્માત, સ્કોર્પિયો અને ઈકો વચ્ચેની ટક્કરમાં 2ના મોત
પ્રાઇવેટ ગાર્ડ અને વહીવટી બેદરકારી (Private Guard Issues)
હાલમાં જે ખાનગી કંપનીઓ (Private Companies) દ્વારા પૈસા લાવવા-લઈ જવાની કામગીરી થાય છે, તેના ગાર્ડ નિયમોનું પાલન (Compliance) કરતા નથી. આ પ્રાઇવેટ ગાર્ડ માત્ર વાહન સુધી સીમિત રહે છે અને બેંકની અંદર સુરક્ષા આપવા પ્રવેશતા નથી. સુરતની વરાછા બ્રાન્ચ ગોલ્ડ લોન (Gold Loan) ક્ષેત્રે બીજા ક્રમની સૌથી મોટી શાખા હોવા છતાં ત્યાં સુરક્ષાનો અભાવ ગંભીર બેદરકારી સૂચવે છે. ફેડરેશને માંગ કરી છે કે બેંકમાં તાત્કાલિક અસરથી કાયમી સિક્યોરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી હોનારત ટાળી શકાય.
આ પણ વાંચો---- Jetpur Property Dispute: જેતપુરમાં મિલકત વેચાણ વિવાદ, ખોડપરાના સ્થાનિકોની અશાંતધારો લાગુ કરવાની માંગ


