Surat : ધોરણ 10 પાસ શાતિર ઠગ કાયદાના સકંજામાં, ઈમ્પોર્ટ ડયુટી સહિતના ચાર્જના નામે છેતરપિંડી
સુરતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શિપિંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી આચરનાર ધોરણ 10 પાસ ઠગની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કૃણાલ ભોજકે ચીનથી કાપડ મંગાવી આપવાના બહાને ઈમ્પોર્ટ ડ્યુટીના નામે સુરતના વેપારી પાસેથી ₹29.43 લાખ ખંખેરી લીધા હતા.
Advertisement
સુરતના કાપડ વેપારીઓને સસ્તામાં ચીનથી માલ આયાત કરાવી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક ઠગ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. માત્ર ધોરણ 10 પાસ હોવા છતાં, કૃણાલ ભોજક નામનો આ શખ્સ સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ એક મોટા શિપિંગ એજન્ટ તરીકે આપતો હતો.તેણે સુરતના એક વેપારીને વિશ્વાસમાં લઈ ઈમ્પોર્ટ ડ્યુટી અને ક્લિયરન્સ ચાર્જના બહાને કુલ ₹29.43 લાખ પડાવી લીધા હતા. જ્યારે વેપારીને માલ ન મળ્યો અને કૃણાલે સંપર્ક કાપી નાખ્યો, ત્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ શાતિર ઠગે ગુજરાત અને અન્ય રાજ્યોના મળી કુલ 6 વેપારીઓ સાથે ₹90 લાખની છેતરપિંડી કરી છે. અમદાવાદથી તેની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement


