Surat: ગજેરા ગ્રુપ પર ITના દરોડામાં આટલા કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા, શું 'પિક્ચર' હજુ બાકી છે?
- સુરત (Surat) માં ગજેરા એન્ડ કંપની (Gajera & Company) પર ITના દરોડા
- લક્ષ્મી ડાયમંડ (Lakshmi Diamond) ના ગજેરા બંધુઓ સામે આરોપ
- 1900 કરોડના બેનામી વ્યવહારોનો આરોપ
- IT સૂત્રો અનુસાર 30થી વધુ બેંક લોકર્સ મળી આવ્યા
- 30 કરોડની રોકડ અને જ્વેલરી પણ જપ્ત કરાઈ
- ગજેરા ગ્રુપના રહેણાંક અને ઓફિસમાંથી દસ્તાવેજો કબ્જે કર્યા
Surat: ડાયમંડ સિટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા (Vasant Gajera) અને તેમના ગજેરા ગ્રુપ ( Lakshmi Diamond) પર આવકવેરા વિભાગે (IT Department) સકંજો કસ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી સર્ચ ઓપરેશનમાં IT વિભાગના હાથે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ અને વ્યવહારોના પુરાવા લાગ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગજેરા એન્ડ કંપની અને ગજેરા ગ્રુપના અંદાજે રુ. 1900 કરોડના બેનામી વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર હીરા બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
30 કરોડની રોકડ અને જ્વેલરી પણ જપ્ત કરાઈ
આવકવેરા વિભાગની તપાસમાં ગજેરા ગ્રુપના રહેણાંક અને ઓફિસ સ્થળો પરથી અકલ્પનીય મિલકતો મળી આવી છે.તપાસ દરમિયાન 30 થી વધુ બેંક લોકર્સ મળી આવ્યા છે, જેમાંથી મોટા પ્રમાણમાં કિંમતી ચીજવસ્તુઓ હોવાની આશંકા છે.અત્યાર સુધીમાં રુ.30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરવામાં આવી છે.આઈટી વિભાગે ઓફિસો અને રહેણાંક સ્થળોએથી થોકબંધ વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા કબજે કર્યો છે. આ ડેટાના આધારે હવે ઊંડી તપાસ કરવામાં આવશે.
Income Tax raid on Gajera Group Surat
Surat | 1900 કરોડના બેનામી વ્યવહાર! સુરતના ગજેરા બંધુઓ મુશ્કેલીમાં..| Gujarat First
સુરતમાં ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા
લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુઓ સામે આરોપ
1900 કરોડના બેનામી વ્યવહારોનો આરોપ
IT સૂત્રો અનુસાર 30થી વધુ બેંક લોકર્સ મળી… pic.twitter.com/Fn5r2FySo0— Gujarat First (@GujaratFirst) February 4, 2026
મુન્ના ઓલપાડીના સાથીદારોને પણ સમન્સ પાઠવવામાં આવશે
આ કેસના તાર મુંબઈ અને જમીન વ્યવહારો સાથે પણ જોડાયેલા છે. મુંબઈમાં મુન્ના ઓલપાડીના ઠેકાણાઓ પર ચાલી રહેલી IT સર્ચની કાર્યવાહી મોડી રાત્રે પૂર્ણ થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, રોકડમાં જમીન ખરીદીના શંકાસ્પદ વ્યવહારોને પગલે આ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં અનેક વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે. હવે આગામી દિવસોમાં મુન્ના ઓલપાડીના સાથીદારોને પણ સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
આગામી કાર્યવાહીની તૈયારી
આવકવેરા વિભાગ હવે કબજે કરેલા તમામ ડિજિટલ ડેટા અને દસ્તાવેજોની ઉલટ તપાસ (Cross-Verification) કરશે. આ તપાસમાં બેનામી વ્યવહારોનો આંકડો હજુ પણ વધી શકે છે. ગજેરા એન્ડ કંપની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીઓ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. મોટા પાયે કરચોરી પકડાયા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી સંસ્થાઓ પણ આ મામલે સક્રિય થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.


