Surat: SMCની અજબ લીલા!, મકાન ખાલી, બિલ્ડિંગ જમીનદોસ્ત, છતાં પાલિકાએ ઉઘરાવ્યો મકાનવેરો!
- Surat: સુરત પાલિકાની ઘોર બેદરકારી
- એક તરફ ઘર વિહોણા થઈ ભાડું ભરે છે
- બીજી તરફ પાલિકાએ પકડાવ્યા વેરાબિલ!
- સિસ્ટમમાં સડો કે લાપરવાહી?
- પનાસ આવાસના રહીશોમાં પાલિકા વિરુદ્ધ ફાટી નીકળ્યો રોષ!
Surat: સુરતના પનાસ (Panas) વિસ્તારમાં પાલિકાની એક મોટી બેદરકારી (Negligence) સામે આવી છે. અતિ જર્જરિત હાલતમાં રહેલા પ્રજ્ઞા નગર SMC આવાસના મકાનો દોઢ વર્ષ અગાઉ ખાલી કરાવીને તોડી પાડવામાં આવ્યા હોવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહીશોને વેરાબિલ (Tax Bill) મોકલવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ઘટનાને કારણે પોતાના ઘર ગુમાવી ચૂકેલા મધ્યમ વર્ગીય પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
દોઢ વર્ષથી મકાનો જમીનદોસ્ત (Demolished)
અંદાજે દોઢ વર્ષ અગાઉ સુરત મહાનગરપાલિકાએ (SMC) અતિ જર્જરિત થઈ ગયેલા પ્રજ્ઞા નગર આવાસના ફ્લેટ ધારકોને નોટિસ (Notice) આપી હતી. જાનમાલના જોખમને ટાળવા માટે કુલ 704 મકાનો તાત્કાલિક ધોરણે ખાલી કરી દેવામાં આવ્યા હતા. પાલિકાએ આ બિલ્ડિંગ્સ તોડી પાડ્યા બાદ આ જગ્યાને પીપીપી (Public Private Partnership) ધોરણે ડેવલોપ (Develop) કરવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. જોકે, મકાનો અસ્તિત્વમાં જ નથી છતાં વર્ષ 2025-26 ના વેરાબિલ ફટકારવામાં આવતા પાલિકાની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો----- Rajkot: આજીડેમ પાસે ખાખીના નામે તોડબાજી, વીડિયો બનતા જ નકલી પોલીસ કાર લઈને રફુચક્કર
વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે રહીશો પરેશાન (Harassment of Residents)
આવાસ તોડી પાડ્યા બાદ ટેન્ડર (Tender) મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અત્યાર સુધી ડેવલપમેન્ટની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ વિલંબને કારણે 704 પરિવારો અન્ય વિસ્તારોમાં મોંઘા ભાવે મકાન ભાડે (Rent) રાખીને રહેવા માટે મજબૂર બન્યા છે. રહીશોની મુખ્ય માંગ છે કે પાલિકા તેમને વૈકલ્પિક વ્યવસ્થા (Alternative Arrangement) પૂરી પાડે અથવા તો જ્યાં સુધી નવા મકાનો તૈયાર ન થાય ત્યાં સુધી માસિક ભાડું ચૂકવવામાં આવે.
પાલિકા સામે ઉગ્ર આંદોલનની ચીમકી (Warning of Protest)
એક તરફ ઘર વિહોણા થયેલા રહીશો ભાડું ભરીને આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે, ત્યારે બીજી તરફ અસ્તિત્વ વગરના મકાનોના ટેક્સ બિલ (Tax Bill) આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ આવાસના રહીશોએ પાલિકાની આ નીતિને અન્યાયી ગણાવી છે. જો આગામી દિવસોમાં વેરાબિલ પરત ખેંચવામાં નહીં આવે અને વિકાસની કામગીરી (Development Work) શરૂ કરી ભાડાની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો રહીશોએ ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો----- પોલીસને ઉંધા ચશ્મા પહેરાવવા વારંવાર બદલતો હતો નંબર પ્લેટ, પણ સુરત PCB ની નજરથી બચી શક્યો નહીં બુટલેગર


