Surat: પુણા વિસ્તારમાંથી ઝડપાયેલી ડ્રગ્સ લેબ મામલે SOGની તપાસમાં થયા ખુલાસા
- Surat: ઈશા પટેલના બેંક ખાતાના ડેટા અને CDRની તપાસ કરાશે
- લેબમાં ઈશા પટેલની મૂવમેન્ટ જાણવા CCTVની તપાસ કરાશે
- છેલ્લા 3 માસના સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરાશે
Surat: સુરતના પુણા વિસ્તારમાંથી ઝડપાયેલી ડ્રગ્સ લેબ મામલે SOGની તપાસ વચ્ચે ઈશા પટેલ દિલ્હી જતી રહી છે. SOG ઈશા પટેલની પૂછપરછ કરશે. તેમજ ઈશા પટેલના બેંક ખાતાના ડેટા અને CDRની તપાસ કરાશે. તથા લેબમાં ઈશા પટેલની મૂવમેન્ટ જાણવા CCTVની તપાસ કરાશે. છેલ્લા 3 માસના સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરાશે. તથા ડ્રગ્સ રેકેટના ગુજરાત ATS અને IB એ પણ ઝંપલાવ્યું છે.
આરોપીઓના આર્થિક વ્યવહારો પણ તપાસ થશે
આરોપીઓના આર્થિક વ્યવહારો પણ તપાસ થશે. ડ્રગ્સ રેકેટમાં હમણાં સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝીલ ઠુમ્મરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ભરત લાઠીયા અને ખુશાલ રાણપરિયા ઝડપાયા હતા. પૂછપરછમાં ડ્રગ્સ લેબ ચલાવતા બ્રિજેશ ભાલોડીયાની ધરપકડ થઇ છે. તથા બ્રિજેશ ભાલોડીયાની પૂછપરછમાં જનક જાગણીનું નામ ખુલ્યું છે. લંડનમાં બેઠેલો જનક જાગાણી ડ્રગ્સ રેકેટનો મુખ્ય માસ્ટર માઈન્ડ છે. ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા SOGની સઘન તપાસ શરૂ થઇ છે.
Surat : સુરતના પુણા વિસ્તારમાંથી ઝડપાયેલી ડ્રગ્સ લેબનો કેસ
SOGની તપાસ વચ્ચે લેબ સંચાલક ઈશા પટેલ દિલ્હી ઉપડી ગઈ
SOG લેબ સંચાલક ઈશા પટેલની કરશે પૂછપરછ
ઈશા પટેલના બેંક ખાતાના ડેટા અને CDRની કરશે તપાસ
લેબના છેલ્લા 3 માસના CCTV ફૂટેજનું એનાલિસિસ કરાશે #Gujarat #Surat #Puna… pic.twitter.com/8z0fZWVo5n— Gujarat First (@GujaratFirst) January 9, 2026
Surat: જાણો સમગ્ર મામલો
સુરત શહેરને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ સ્ટેટ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી સફળતા મેળવતા પુણા વિસ્તારમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ગુપ્ત લેબોરેટરી ઝડપી પાડી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે જ્યારે આ સ્થળે દરોડા પાડ્યા ત્યારે અત્યંત આધુનિક પદ્ધતિથી 'ક્રિસ્ટલ બેઝ' MD ડ્રગ્સ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું.
ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા 3 યુવાનોની ધરપકડ
આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા 3 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ લેબમાં જાતે જ કેમિકલ પ્રોસેસ દ્વારા ડ્રગ્સ બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં તેનું વેચાણ કરતા હતા. પોલીસે લેબમાંથી ડ્રગ્સ બનાવવા માટે વપરાતા સાધનો, કાચો માલ અને તૈયાર જથ્થો સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.
આ પણ વાંચો: Gujarat Cold: ગુજરાત શીત લહેર માટે રહેજો તૈયાર, જાણો કયા સુધી પડશે હાડ થીજવતી ઠંડી


