Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : RTI કરી ખંડણી માંગતા પૂર્વ કોર્પોરેટરને પકડવા SOG ની ટીમનું 'દિલધડક ઓપરેશન'!

પ્રકાશ દેસાઈને પકડવા માટે SOG ની ટીમ ટેરેસ માર્ગ પર આવેલા તેના ઘરે પહોંચી હતી. પછી ખબર ન પડે તે રીતે અલગ-અલગ દીશામાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
surat   rti કરી ખંડણી માંગતા પૂર્વ કોર્પોરેટરને પકડવા sog ની ટીમનું  દિલધડક ઓપરેશન
Advertisement
  1. RTI કરી ખંડણી માંગતા પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની ધરપકડ (Surat)
  2. ખંડણીખોર પૂર્વ કોર્પોરેટરને પકડવા SOG નું દિલધડક ઓપરેશન
  3. પૂર્વ કોર્પોરેટરને ખબર ન પડે તે રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું
  4. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ 3 લાખની ખંડણી લેતા રંગેહાથ ઝડપાયો

સુરતમાં (Surat) RTI કરી ખંડણી માંગતા પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની આખરે ધરપકડ થઈ છે. ખંડણીખોર પૂર્વ કોર્પોરેટરને પકડવા માટે SOG ની ટીમે દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રકાશ દેસાઈને પકડવા માટે SOG ની ટીમ ટેરેસ માર્ગ પર આવેલા તેના ઘરમાં અલગ-અલગ દિશામાંથી પ્રવેશી હતી અને પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈને (Prakash Desai) 3 લાખ રૂપિયાની ખંડણી લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Anand : કથા વચ્ચે જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી

Advertisement

પૂર્વ કોર્પોરેટરને ખબર ન પડે તે રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં (Surat) RTI કરી ખંડણી માંગતા પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. ખંડણીખોર પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈને પકડવા માટે SOG ની ટીમે દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. SOG ની ટીમ પ્રકાશ દેસાઈને પકડવા માટે ટેરેસ માર્ગ પર આવેલા તેના ઘરે પહોંચી હતી અને પછી પૂર્વ કોર્પોરેટરને ખબર ન પડે તે રીતે અલગ-અલગ દીશામાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. SOG ની ટીમે પ્રકાશ દેસાઈને (Prakash Desai) 3 લાખ રૂપિયાની ખંડણી લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Morbi : ભાજપનાં બે નેતાઓ વચ્ચે તું...તું....મે...મે.... થઈ, વીડિયો સો. મીડિયા પર વાયરલ

લીઓ ક્લાસીસનાં સંચાલક પાસે રૂ. 4.50 લાખની ખંડણી માગી હોવાનો આરોપ

આરોપ છે કે, પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈએ લીઓ ક્લાસીસ (Leo Classes) વિરુદ્ધ અનેકવાર RTI કરી હતી અને લીઓ ક્લાસીસનાં સંચાલક પાસે રૂ. 4.50 લાખની ખંડણી માગી હતી. સાથે જ પ્રકાશ દેસાઈ લીઓ ક્લાસીસ વિરુદ્ધ મનપાની મુખ્ય કચેરી બહાર ધરણાં પર પણ બેસવાનો હતો. જો કે, આ અંગે લીઓ ક્લાસીસનાં સંચાલક દ્વારા ફરિયાદ થતાં SOG ની ટીમે ખંડણીખોર પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈને રંગેહાથ પકડવા માટે સ્પેશિલય ઓપરેશન હાથ ધર્યું હતું. પૂર્વ કોર્પોરેટર ધરણા માટે "થિયેટર" અને ખંડણી માટે "ટિકિટ" કોડવર્ડ વાપરતો હતો. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદીઓ ચેતજો..! આ વિસ્તારમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો

Tags :
Advertisement

.

×