Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat માં ST બસ બની કાળમુખી, BBAની વિદ્યાર્થિનીને અડફેટે લેતા કમકમાટી ભર્યુ મોત

સુરતના રાજમાર્ગો પર ફરી એકવાર માસૂમની ચીસ ગુંજી ઉઠી છે. રોજની જેમ પોતાના સપનાઓને પાંખો આપવા નીકળેલી એક વિદ્યાર્થિનીને શું ખબર હતી કે કાળ સામેથી આવી રહ્યો છે. શ્યામધામ મંદિર પાસે બનેલી એ કરુણ ઘટનાના દ્રશ્યો જ્યારે સીસીટીવીમાં સામે આવ્યા ત્યારે લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા.
surat માં st બસ બની કાળમુખી  bbaની વિદ્યાર્થિનીને અડફેટે લેતા કમકમાટી ભર્યુ મોત
Advertisement
  • Surat માં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત!
  • લસકાણા શ્યામધામ મંદિર પાસે એસટી બસે સર્જ્યો ગમખ્વાર અકસ્માત
  • એક્ટિવા પર જઈ રહેલી સ્વાતિ સોલંકી નામની વિદ્યાર્થિનીને લીધી અડફેટે
  • હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન આશાસ્પદ છાત્રાએ તોડ્યો દમ
  • અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પર વાહન મૂકી થયો ફરાર
  • હૃદયદ્રાવક અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

સુરત (Surat) શહેરમાં ટ્રાફિક અને બેફામ દોડતા વાહનો ફરી એકવાર જીવલેણ સાબિત થયા છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર (Shyamdham Temple) પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો હતો. જેમાં એક એસટી બસના (ST Bus) ચાલકે બેદરકારીપૂર્વક બસ ચલાવી એક્ટિવા પર જઈ રહેલી BBAની વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાઈ હતી.

ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનીનું મોત

મૃતક યુવતીની ઓળખ સ્વાતિ સોલંકી (Swati Solanki) તરીકે થઈ છે, જે અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્વાતિને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર મળતા જ સોલંકી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આશાસ્પદ પુત્રીના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

Advertisement

Surat: અકસ્માત સર્જી ST ચાલક ફરાર

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જ્યા બાદ એસટી બસનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર (Absconding) થઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બસ કઈ રીતે યુવતીને કચડી રહી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસ દ્વારા બસ કબજે કરી ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુરતમાં વધી રહેલા એસટી બસના અકસ્માતોએ ફરી એકવાર મુસાફરો અને વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા છે.

Advertisement

આ પણ વાંચો: શું કૉંગ્રેસ 'નવી મુસ્લિમ લીગ' બની રહી છે? Assam માં 20માંથી 18 મુસ્લિમ ઉમેદવાર જીત્યા!

Tags :
Advertisement

.

×