Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Dog Attack: કડોદરા અને ઘોડદોડ રોડ પર બે માસૂમ બાળકો પર હુમલો, વાલીઓમાં ફફડાટ

Surat Dog Attack: સુરત શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. એક જ દિવસમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ વાલીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. પ્રથમ ઘટના પલસાણાના કડોદરાની ગોકુલધામ સોસાયટીમાં બની, જ્યાં 6 વર્ષનો માસૂમ રોહિત સિંહ પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ત્રણ રખડતા શ્વાનોએ તેના પર ઘાતકી હુમલો કરી દીધો હતો.
surat dog attack  કડોદરા અને ઘોડદોડ રોડ પર બે માસૂમ બાળકો પર હુમલો  વાલીઓમાં ફફડાટ
Advertisement
  • સુરત ( Surat) ના કડોદરામાં રખડતા શ્વાનનો આતંક
  • છ વર્ષના બાળક પર શ્વાને કર્યો હુમલો
  • શરીરે ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કર્યો
  • રખડતા શ્વાનનો ત્રાસ સતત વધ્યો

Surat Dog Attack: સુરત શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. એક જ દિવસમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ વાલીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. પ્રથમ ઘટના પલસાણાના કડોદરાની ગોકુલધામ સોસાયટીમાં બની, જ્યાં 6 વર્ષનો માસૂમ રોહિત સિંહ પોતાના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ત્રણ રખડતા શ્વાનોએ તેના પર ઘાતકી હુમલો કરી દીધો હતો. શરીરે મલ્ટિપલ બાઇટના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા આ બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Surat Stray Dog Attack-gokuldam sociaty- Gujarat first 2

Advertisement

સુરત (Surat) ના કડોદરામાં રખડતા શ્વાનનો આતંક

સુરત ( Surat) ના પલસાણાના કડોદરા સ્થિત ગોકુલધામ સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જ્યાં ઘર પાસે રમતા 6 વર્ષના રોહિત સિંહ પર ત્રણ શ્વાનોએ એકસાથે ઘાતકી હુમલો કર્યો હતો.આ હુમલામાં બાળકને શરીરે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવ બાદ બાળકના પિતા કરણ સિંહ સહિત સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Surat Stray Dog Attack-gokuldam sociaty- Gujarat first1

આઈસ્ક્રીમ લેવા જતી બાળકીને શ્વાને બચકું ભર્યું

સુરતના ઘોડદોડ રોડ પર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં પણ શ્વાન હુમલાનો બનાવ સામે આવ્યો છે. અહીં 8 વર્ષની અનન્યા રાજુ હેરોડે નામની બાળકી ગાર્ડનમાં રમી રહી હતી ત્યારે તેના હાથમાં આઈસ્ક્રીમની થેલી જોઈને ઉશ્કેરાયેલા શ્વાને તેના પર હુમલો કરીને બચકું ભરી લીધું હતું. આ ગંભીર ઘટનામાં ઘાયલ બાળકીને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડવી પડી હતી.

રખડતા શ્વાનનો ત્રાસ સતત વધ્યો

ઉલ્લેખનીય છે કે,  સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેને કારણે નાના બાળકો અને વડીલો માટે રસ્તા પર નીકળવું અસુરક્ષિત બન્યું છે. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં સ્થાનિક પ્રશાસન અને મનપા તંત્રનું મૌન સુરતીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરી રહ્યું છે.

આ પણ વાંચો:  Junagadh News: K.J. Hospital નું મોટું કૌભાંડ, મંજૂરી વગરના ડોક્ટરએ કર્યા 76 ઓપરેશન

Tags :
Advertisement

.

×