Surat: વિદ્યાર્થીઓ ChatGPT દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા!
- Surat: વીર નર્મદ યુની.માં વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા
- પરીક્ષા દરમિયાન 183 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા
- વિદ્યાર્થીઓ ડિજિટલ ઘડિયાળ પહેરી આવ્યા હતા
Surat: વિદ્યાર્થીઓ 'chatGPT' દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા! સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા છે. ત્યારે પરીક્ષા દરમિયાન 183 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા છે. જેમાં M.SCના 4 વિદ્યાર્થીઓ ચેટ GPT દ્વારા ગેરરીતિ કરતા પકડાયા છે. વિદ્યાર્થીઓ ડિજિટલ ઘડિયાળ પહેરી આવ્યા હતા. VNSGUની ફ્લાઇંગસ્ક્વોડે ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને ઝડપ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને રૂ. 2500થી 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો
VNSGUની ફ્લાઇંગસ્ક્વોડે ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને ઝડપ્યા
VNSGUની ફ્લાઇંગસ્ક્વોડે ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને ઝડપ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને રૂ. 2500થી 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. AI ચોરીની સાથે સાથે હાઇટેક ગેજેટ્સ દ્વારા ચોરીના અન્ય કિસ્સાઓ પણ નોંધાયા છે. અગાઉ ત્રણ વિદ્યાર્થિનીઓ એરબર્ડ્સ પહેરીને પરીક્ષા આપવા બેઠી હતી.
જવાબ લખવાની પદ્ધતિ પર શંકા જતાં સુપરવાઇઝરે તપાસ કરી
લાંબા વાળ હોવાના કારણે તેમના એરબર્ડ્સ સુપરવાઇઝરની નજરે ચડ્યા નહોતા. જોકે, જવાબ લખવાની પદ્ધતિ પર શંકા જતાં સુપરવાઇઝરે તપાસ કરી અને એરબર્ડ્સ જપ્ત કરીને ગેરરીતિનો કેસ કર્યો હતો.
અન્ય કેટલાક વિદ્યાર્થીઓ પણ મોબાઈલ ફોન લઈ આવ્યા
ઉપરાંત, અન્ય કેટલાક વિદ્યાર્થીઓ પણ મોબાઈલ ફોન લઈ આવ્યા હતા. તેઓએ મોબાઈલની બ્રાઇટનેસ (પ્રકાશ) સાવ ડાઉન કરીને ગેલેરીમાં સંગ્રહિત પુસ્તકોના ફોટામાંથી જવાબો જોઈને લખી રહ્યા હતા. અચાનક આવેલી સ્ક્વોડે આ તમામ વિદ્યાર્થીઓને પકડી પાડ્યા હતા. ગેરરીતિના આ તમામ કિસ્સાઓ સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે. તમામ ગેરરીતિ કરનાર વિદ્યાર્થિનીઓ વિરુદ્ધ કેસ નોંધીને આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ પરીક્ષા વિભાગને મોકલી આપવામાં આવ્યો છે. નિયમો મુજબ, આ વિદ્યાર્થીઓને તેમની ગેરરીતિના પ્રમાણસર અલગ-અલગ દંડ ફટકારવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat: સર્વે કરી રહેલા અધિકારીઓ પર તીર-કામઠાથી હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ