Surat : સુરતમાં ઉધોગપતિની પુત્રવધુનો આપઘાત કેસ, મોબાઈલ ખોલશે રહસ્યો!
- Surat માં લગ્નના બે માસમાં જ ખ્યાતિએ જીવન ટૂંકાવ્યું
- ઘોડદોડ રોડ સ્થિત બંગલામાં ખાધો હતો ગળેફાંસો
- સોશિયલ મીડિયા અને વોટ્સએપ ચેટિંગની તપાસ શરૂ
- અંતિમ કોલ કોણે કર્યો તેની વિગતો મેળવાશે
- મુંબઈના સુખી પરિવારની દીકરી હતી મૃતક ખ્યાતિ
Surat : સુરતમાં હાઈપ્રોફાઈલ (highprofile) ઉધોગપતિની પુત્રવધુ (daughter in law) ના કેસમાં પોલીસની તપાસ તેજ થઈ છે અને પારિવારિક (family) ઝઘડા કે અન્ય કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, મોબાઈલ ડેટા રિકવર થયા બાદ થશે ખુલાસા અને પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ખ્યાતિએ છેલ્લે તેના ભાઈ-બહેન સાથે વાત કરી હતી અને બપોરના સમયે આપઘાત કર્યો હતો.
Fsl રીપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે
આ સમગ્ર ઘટનામાં ઉમરા પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસનું કહેવું છે કે, ફોન એફએસેલમાં મોકલ્યો છે અને પીએમ રીપોર્ટ બાદ સાચુ કારણ સામું આવશે, ત્યારે આ ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની પણ નજર છે, હાલ પોલીસે તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. ખ્યાતિનો ભાઈ અને બહેન અમેરિકામાં અભ્યાસ કરી રહ્યાં છે અને બન્નેના પદવીદાન સમારોહમાં માતા-પિતા વિદેશ જવાના હતા અને વિદેશ જાય તે પહેલા જ પુત્રીની અર્થી ઉઠી હતી.
x
Surat પોલીસ દ્વારા પેનલ પીએમ કરવામાં આવ્યું હતુ
તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતક ખ્યાતિ અભિષેક કેજરીવાલના આપઘાતનું કારણ અંકબંધ છે, પોલીસને ઘટના સ્થળે કોઇ સ્યુસાઈડ નોટ મળી આવી નથી અને મૃતક ખ્યાતિ મુંબઇના બિઝનેસમેન દીપક બંસલની પુત્રી છે. એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ખ્યાતિ જમ્યા બાદ આરામ કરવા માટે તે પોતાના બેડરૂમમાં ગઈ હતી. સામાન્ય રીતે તે સાંજે રૂમની બહાર આવી જતી હોય છે, પરંતુ મોડે સુધી બહાર નહીં આવતા પરિવારે તેના પતિને ફોન કરીને જાણ કરી હતી કે તે હજુ સુધી બહાર આવી નથી. ત્યારબાદ પરિવારના સભ્યોએ બીજી ચાવી વડે રૂમ ખોલ્યો ત્યારે ખ્યાતિએ પોતાના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો : Surat માં હચમચાવનારી ઘટના, ઘર કંકાસથી કંટાળી માતાએ પુત્રીઓ સાથે પીધું ઝેર


