Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : લગ્નને માત્ર 2 મહિના જ થયા અને ઉદ્યોગપતિની પુત્રવધુએ ઘરમાં જ કર્યો આપઘાત, પિયર પક્ષનું પણ પોલીસ લેશે નિવેદન

Surat ના સુભાષનગર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં પ્લાસ્ટિકના દાણાનો ધંધો કરતા વેપારી પરિવારની પુત્રવધુએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
surat   લગ્નને માત્ર 2 મહિના જ થયા અને ઉદ્યોગપતિની પુત્રવધુએ ઘરમાં જ કર્યો આપઘાત  પિયર પક્ષનું પણ પોલીસ લેશે નિવેદન
Advertisement
  • Surat ના સુભાષનગર વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી
  • પ્લાસ્ટિકના દાણાના વેપારી પરિવારની પુત્રવધુનો આપઘાત
  • ઉદ્યોગપતિ અશોક કેજરીવાલની પુત્રવધુનો આપઘાત
  • લગ્નના માત્ર 2 જ મહિનામાં કર્યો આપઘાત
  • બંગલા નં.65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલનો આપઘાત

Surat : સુરતમાં ઉદ્યોગપતિની પુત્રવધુએ (daughter in law) આપઘાત (sucidie) કરી લીધો હોવાની વાત સામે આવી છે, અને પોતાના બંગલા (bunglow)ના ત્રીજા માળે બેડરૂમ (bedroom) માં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાની વાત સામે આવી છે, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો સ્ટાફ અને પરિજનો દોડી આવ્યા હતા અને મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો.

Surat પોલીસ દ્વારા પેનલ પીએમ કરવામાં આવ્યું

તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતક ખ્યાતિ અભિષેક કેજરીવાલના આપઘાતનું કારણ અંકબંધ છે, પોલીસને ઘટના સ્થળે કોઇ સ્યુસાઈડ નોટ મળી આવી નથી અને મૃતક ખ્યાતિ મુંબઇના બિઝનેસમેન દીપક બંસલની પુત્રી છે, પોલીસનું નિવેદન છે કે, અંતિમ વિધિ બાદ પિયર પક્ષના નિવેદન લેવાશે અને લગ્નના 2 જ મહિનામાં આપઘાત કરી લેતા અનેક તર્ક-વિતર્કો સામે આવ્યા છે.

Advertisement

Advertisement

Surat sucidie case : ઉદ્યોગપતિની પુત્રવધુનો આપઘાત

એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ખ્યાતિ જમ્યા બાદ આરામ કરવા માટે તે પોતાના બેડરૂમમાં ગઈ હતી. સામાન્ય રીતે તે સાંજે રૂમની બહાર આવી જતી હોય છે, પરંતુ મોડે સુધી બહાર નહીં આવતા પરિવારે તેના પતિને ફોન કરીને જાણ કરી હતી કે તે હજુ સુધી બહાર આવી નથી. ત્યારબાદ પરિવારના સભ્યોએ બીજી ચાવી વડે રૂમ ખોલ્યો ત્યારે ખ્યાતિએ પોતાના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જણાયું હતું

Surat Crime : આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને આશ્ચર્યની લાગણી ફેલાવી દીધી

ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને પેનલ ડોક્ટર દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. હાલ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેથી આપઘાતનું કારણ અકબંધ છે. મૃતક ખ્યાતિ મુંબઈના બિઝનેસમેન દીપક બંસલની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : Surat માં વ્યાજખોરોના માનસિક ત્રાસથી હીરા વેપારીનો આપઘાત, પોલીસે 2 લોકોની કરી ધરપકડ

Tags :
Advertisement

.

×