Surat : સુમુલ ડેરીના ટ્રકે બે સગા ભાઈઓને અડફેટે લીધા, એકનું ઘટના સ્થળે મોત તો બીજો ભાઈ ગંભીર ઈજાગ્રસ્ત
- Surat શહેરમાં અકસ્માતમાં એકનું મોત
- સુમુલ ડેરીના ટ્રકના ડ્રાઈવરે અકસ્માત સર્જયો
- અકસ્માત થતા લોકોના ઉમટયા ટોળા
- એક ભાઈનું મોત તો એક ઈજાગ્રસ્ત
- પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ નોંધ્યો ગુનો
Surat : સુરતમાં અલ્કાપુરી બ્રિજ (alkapuri bridge) પાસે વહેલી સવારે અકસ્માત (accident) થયો હતો અને બે ભાઈ બાઈક (bike) પર જઈ રહ્યાં હતા તે દરમિયાન સુમુલ ડેરીના (sumul dairy) ટ્રકના ડ્રાઈવરે ફુલ સ્પીડમાં ટ્રક (truck) હંકારી અકસ્માત સર્જયો હતો, બે સગા ભાઈઓમાંથી એકનું મોત થયું છે તો બીજો ભાઈ ઈજાગ્રસ્ત થયો છે, ઘરના કામને લઈ બે ભાઈઓ બહાર નીકળ્યા હતા અને આ ઘટના બની હતી, તો સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરતમાં અકસ્માતમાં એકનું મોત
સુરતમાં અકસ્માતમાં એકનું મોત થયું છે, બે ભાઈઓ બાઈક લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રકે બે ભાઈઓને અડફેટે લેતા એક ભાઈનું ઘટના સ્થળે મોત થયું છે, તો ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્ત ભાઈને સારવાર હેઠળ ખસેડાયા છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. કાંતિભાઈ ગેવરીયા (ઉ.વ. 54)નું મોત નિપજ્યું છે અને વજુભાઈ ગેવરીયા (ઉ.વ. 52) હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Surat : કતારગામ પોલીસે નોંધ્યો ગુનો
કતારગામ પોલીસે ટ્રકના ચાલક પ્રિન્સ સંજયભાઈ પાલ (ઉ.વ. 18, રહે. મહિધરપુરા) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે. બંને ભાઈઓ જ્યારે બેડ (પલંગ) લેવા જઈ રહ્યા હતા ત્યારે કાળમુખા ટ્રકે તેમને અડફેટે લીધા હતા. 25 એપ્રિલ 2026ના રોજ પણ સુરતના પુણા-ડુંભાલ રોડ પર આવેલ લેન્ડમાર્ક ચાર રસ્તા પાસે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા પતિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોતાની નજર સામે જ જીવનસાથીને ગુમાવતા પત્ની આઘાતમાં સરી પડ્યા હતા.
આ પણ વાંચો : Surat Road Accident: એક સાથે 6 કાર અને 1 ટેમ્પો વચ્ચે ટક્કર, જુઓ વિડીયો


