Surat Sumul Dairy Election: સુમુલ ડેરીની ચૂંટણીનું આજે પરિણામ, 9 બેઠકો પર 21 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
Surat Sumul Dairy Election: સુરતની સુમુલ ડેરીની 9 બેઠકોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. ચૂંટણી અધિકારી નેહા સવાણીની (Neha Savani) દેખરેખ હેઠળ સવારે 11.00 વાગ્યાથી બેન્કવેટ હોલમાં મતગણતરી શરૂ થશે અને બપોરે 1.00 વાગ્યા સુધીમાં 21 ઉમેદવારોનું ભાવિ સ્પષ્ટ થશે. કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપ (BJP) બિનહરીફ જીતી ચૂક્યું છે.
Advertisement
Surat Sumul Dairy Election: સુરત જિલ્લાના સહકારી રાજકારણ માટે આજે મોટો દિવસ છે. સુરતની પ્રતિષ્ઠિત સુમુલ ડેરી (Sumul Dairy) ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. સવારે 11.00 વાગ્યાથી મતગણતરી (Counting of Votes) શરૂ થઈ જશે, જેના કારણે કૌન સુમુલ ડેરીની સત્તાનું સુકાન સંભાળશે તેનું ચિત્ર બપોર સુધીમાં સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. સહકારી અને રાજકીય મોરચે આ પરિણામો પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

