Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat ના પલસાણાના ચલથાણ ખાતે ગેસ લીકેજથી ઘરમાં બ્લાસ્ટ થતા 3 બાળક સહિત 6 ઈજાગ્રસ્ત

સુરતના પલસાણાના ચલથાણ ખાતે ગેસ લીકેજથી દોડધામ મચી હતી અને ઘરમાં બ્લાસ્ટ થતા 3 બાળક સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
surat ના પલસાણાના ચલથાણ ખાતે ગેસ લીકેજથી ઘરમાં બ્લાસ્ટ થતા 3 બાળક સહિત 6 ઈજાગ્રસ્ત
Advertisement
  • Surat ના પલસાણાના ચલથાણ ખાતે ગેસ લોકેજથી ઘરમાં બ્લાસ્ટ
  • ઘરમાં બ્લાસ્ટ થતા 3 બાળક સહિત 6 ઈજાગ્રસ્ત
  • ગેસ લીકેજ બાદ ઘરની લાઇટ ચાલુ કરવાં જતાં થયો બ્લાસ્ટ
  • 6 લોકોને દાઝી જતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી
  • ઇજાગ્રસ્તને સારવાર અર્થે સંજીવની હોસ્પિટલ ખસેડાયા

Surat Gas Leakage : સુરતના ( Surat )ના પલસાણા (palsana) ના ચલથાણ ખાતે ગેસ લીકેજ (gas leakge) થી ઘરમાં બ્લાસ્ટ થયો હતો અને ઘરમાં રહેલ પરિવાર ( family) ઈજાગ્રસ્ત થયો હતો, અચાનક ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો અને ગેસ લીકેજ બાદ ઘરની લાઈટ ચાલુ કરતા બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસ (police) અને ફાયર (fire) ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે. 6 લોકોને દાઝી જતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

SURAT GUJARAT FIRST

Advertisement

ઇજાગ્રસ્તને સારવાર અર્થે સંજીવની હોસ્પિટલ ખસેડાયા

Surat જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક રહેણાંક મકાનમાં ગેસ લીકેજ હોવા છતાં અજાણતામાં લાઇટની સ્વિચ ચાલુ કરતા જ જોરદાર બ્લાસ્ટ (blast) થયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના કુલ 6 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમાં 3 નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્વિચના સ્પાર્કને કારણે હવામાં ફેલાયેલા ગેસે તરત જ પકડ પકડી લીધી હતી અને ઘરમાં મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘરના સભ્યોને બચવાની તક પણ મળી ન હતી.

Advertisement

સમગ્ર પલસાણા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે

બ્લાસ્ટ એટલો મોટો હતો કે, આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે, ઘરમાં રહેલ સામગ્રીને પણ નુકસાન પહોંચ્યું છે અને હાલ તમામની તબિયત સુધારા પર છે અને કોઈનું મોત ના થતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક પોલીસ અને તંત્રએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર પલસાણા પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.

આ પણ વાંચો : Surendranagar: લીંબડી-અમદાવાદ હાઈવે પર ગેસ લાઈનમાં ભીષણ આગ, લોકોમાં મચી દોડધામ

Tags :
Advertisement

.

×