Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat Water Tank Collapses: તપાસ અધિકારીઓ મીડિયાને જોઈ ભાગ્યા! કડક કાર્યવાહીનો દોર

Surat Water Tank Collapses: તડકેશ્વરમાં 21 કરોડના ખર્ચે બનેલી 11 લાખ લીટરની પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલે નાયબ ઈજનેર જય ચૌધરી અને તત્કાલિન ઈજનેર રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે. ઈજારદારના પેમેન્ટ અટકાવી ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે, જ્યારે તપાસ માટે આવેલા અધિકારીઓ મીડિયાને જોઈને ભાગતા જોવા મળ્યા હતા.
surat water tank collapses  તપાસ અધિકારીઓ મીડિયાને જોઈ ભાગ્યા  કડક કાર્યવાહીનો દોર
Advertisement
  • Surat Water Tank Collapses મામલે કાર્યવાહી
  • સંબંધિત કાર્યપાલક ઈજનેર, નાયબ ઈજનેરને કરાયા સસ્પેન્ડ
  • નાયબ કાર્યપાલક ઈજનેર જય ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા
  • તત્કાલિન કાર્યપાલક ઈજનેર રજનીકાંત ચૌધરી પણ સસ્પેન્ડ
    મીડિયાની ટીમને જોઈને તપાસમાં આવેલા અધિકારી ભાગ્યા!

Surat Water Tank Collapses:દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના અરેઠ (Areth) તાલુકાના તડકેશ્વર ગામે (Tadkeshwar village) નિર્માણાધીન પાણીની ટાંકી ધરાશાયી (Water Tank Collapsed) થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ભ્રષ્ટાચારના ગાબડાં રૂપે જોવામાં આવતી આ ઘટનામાં તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. 21 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર થયેલી આ પાણીની ટાંકીના ટેસ્ટિંગ (Tank Testing) દરમિયાન થયેલી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગે જવાબદાર બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

Surat Water Tank Collapses: ઉચ્ચ ઈજનેરો પર તવાઈ

આ ઘટનાની ગંભીરતાને જોતા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓની ઓળખ કરી તેમની સામે સસ્પેન્ડ કરવા આદેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર જય ચૌધરી (Deputy Executive Engineer Jay Chaudhary) ને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, જે તે સમયના તત્કાલિન કાર્યપાલક ઈજનેર રજનીકાંત ચૌધરી (Rajnikant Chaudhary) ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને ઉચ્ચ અધિકારીઓ પ્રોજેક્ટની ગુણવત્તા અને સુપરવિઝનમાં નિષ્ફળ રહ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે.

Advertisement

કોન્ટ્રાક્ટર અને કન્સલટન્ટ સામે ગાળિયો કસાયો

માત્ર સરકારી અધિકારીઓ જ નહીં, પરંતુ પ્રોજેક્ટ સાથે જોડાયેલી ખાનગી એજન્સીઓ સામે પણ આકરા પગલાં લેવામાં આવ્યા છે. ટાંકીના નિર્માણ માટેના ઈજારદાર (કોન્ટ્રાક્ટર) અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ (PMC) ને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આટલું જ નહીં, સરકાર દ્વારા તમામ સંબંધિત એજન્સીઓના તમામ પ્રકારના નાણાકીય ચુકવણા (Payments) તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ નાણાં છૂટા કરવામાં આવશે નહીં.

Advertisement

ટેસ્ટિંગમાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી!

ઉલ્લેખનીય છે કે, આ પાણીની ટાંકી આસપાસના 33 ગામોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાના હેતુથી બનાવવામાં આવી હતી. 11 લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતી આ ટાંકીના લોકાર્પણ પૂર્વે ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી હતી. જ્યારે ટાંકીમાં આશરે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું, ત્યારે જ ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. 21 કરોડનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે આ ટાંકી તેમના માટે જીવાદોરી સમાન હતી.

Surat Water Tank Collapses: તપાસનો ધમધમાટ

ઘટના બાદ ઉચ્ચ સ્તરેથી ખાતાકીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે. વિવિધ સરકારી સંસ્થાઓ અને લેબોરેટરીની ટીમો દ્વારા ઘટનાસ્થળે પહોંચીને સીમેન્ટ, કોંક્રિટ અને લોખંડના નમૂના લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, આ તપાસ દરમિયાન એક વિચિત્ર દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. જ્યારે મીડિયાની ટીમ તપાસ કરી રહેલા અધિકારીઓ પાસે પહોંચી, ત્યારે તેઓ કેમેરા અને સવાલોથી બચવા માટે ભાગતા નજરે પડ્યા હતા. મીડિયાને જોઈને અધિકારીઓએ ત્યાંથી ચાલતી પકડતા તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ Surat: 212 કરોડનું સાયબર ફ્રોડ! 4 શખ્સોની ધરપકડ, આ રીતે થયો પર્દાફાશ!

Tags :
Advertisement

.

×