Surat : પિતા કોણ ? ગર્ભવતી શિક્ષિકાએ કર્યો ચોંકાવનારો દાવો! DNA ટેસ્ટમાં થશે ખુલાસો
- Surat માં વિદ્યાર્થીનાં અપહરણ કેસમાં મોટો વળાંક આવ્યો
- 23 વર્ષીય શિક્ષિકાએ 13 વર્ષનાં વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું
- બંને ઘરેથી ભાગીને અલગ-અલગ જગ્યાએ ફર્યા હોવાનો ખુલાસો
- શામળાજી બોર્ડર પર બસમાંથી પોલીસે બંનેને ઝડપ્યા હતા
- પોલીસ તપાસમાં શિક્ષિકા ગર્ભવતી હોવાનો થયો ખુલાસો
- ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો શિક્ષિકાએ કર્યો દાવો
સુરતમાં (Surat) શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીના અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી શિક્ષિકા સાડા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જ્યારે, ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો શિક્ષિકાએ દાવો કર્યો છે. પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ 13 વર્ષનાં સગીર વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું અને 4 દિવસ બાદ સુરત પોલીસે શામળાજી બોર્ડર (Shamlaji border) પાસેથી બંનેને ઝડપી લીધા હતા. શિક્ષિકા પર સગીરને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યાનો આરોપ છે. આ મામલે પોલીસે હવે DNA ટેસ્ટ સહિતની કવાયત હાથ ધરી છે.
શિક્ષિકા સાડા 3 મહિનાની ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો
આરોપ અનુસાર, સુરતનાં (Surat) પુણા વિસ્તારમાં 25 એપ્રિલ, 2025 ના રોજ 23 વર્ષીય ટ્યુશન શિક્ષિકા 5 માં ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય સગીર વિદ્યાર્થીને પોતાની સાથે ભગાડીને લઈ ગઈ હતી. આ મામલે ફરિયાદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સર્વેલન્સનાં આધારે બંનેને શામળાજી બોર્ડર (Shamlaji Border) પાસે એક બસમાંથી ઝડપી પાડ્યા હતા. પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી તપાસ કરતા હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપી શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી શિક્ષિકા સાડા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું ખુલ્યું છે. જ્યારે ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો શિક્ષિકાએ દાવો કર્યો છે. સમગ્ર મામલે પોલીસે (Puna Police) DNA ટેસ્ટ સહિતની કવાયત હાથ ધરી છે.
View this post on Instagram
આ પણ વાંચો - Surat : 11 વર્ષના વિદ્યાર્થી સાથે ફરાર શિક્ષિકા આખરે ઝડપાઈ, પોલીસ પૂછપરછમાં થયો મોટો ખુલાસો
શું છે સમગ્ર ઘટના?
સુરતમાં પુણા વિસ્તારમાં રહેતો અને પાંચમાં ધોરણમાં ભણતો 13 વર્ષીય વિદ્યાર્થી 25 એપ્રિલ, 2025 ના રોજ પોતાના ઘરની બહાર રમવા માટે ગયો હતો અને પાછો ફર્યો નહોતો. ચિંતિત પરિવારે તેની શોધખોળ શરૂ કરી અને સ્થાનિક CCTV ફૂટેજ તપાસ્યા. આ ફૂટેજમાં વિદ્યાર્થી તેની 23 વર્ષીય શિક્ષિકા સાથે સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર જોવા મળ્યો હતો. આ શિક્ષિકા વિદ્યાર્થીને શાળામાં ભણાવતી હતી અને 3 વર્ષથી ટ્યુશન પણ આપતી હતી. છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થી એકલો જ તેની પાસે ટ્યૂશન માટે જતો હતો. પરિવારે આ બાબતની ફરિયાદ પુણા પોલીસ સ્ટેશનમાં (Puna Police Station) નોંધાવી અને શિક્ષિકા સામે ભારતીય નાગરિક સંહિતા (BNS) 137(2) હેઠળ અપહરણનો ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો - Surat : ગણેશ ગોંડલને અલ્પેશ કથીરિયાનો સણસણતો જવાબ! કહ્યું- સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે..!
બંને ઘરેથી ભાગીને અમદાવાદ, દિલ્હી, જયપુર, વૃંદાવન ફર્યા
જો કે, ખરેખર આ કોઈ લવ એન્ગલ છે કે કેમ ? આ પ્રશ્નનો જવાબ ખૂદ પોલીસ પણ શોધવામાં લાગી છે. કેમ કે, આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસ તપાસમાં જણાવા મળ્યું કે, બંને પોત-પોતાનાં પરિવારનાં ઠપકાની કંટાળીને ભાગવાનો નિર્ણય કર્યો હતો. બંને અમદાવાદ (Ahmedabad), દિલ્હી (Delhi), જયપુર, વૃંદાવન (Vrindavan) ફર્યા બાદ ગુજરાત પરત આવી રહ્યા હતા. દરમિયાન બંને ઝડપાયા હતા. આ કેસમાં આગળની તપાસમાં વધુ મોટો ખુલાસો થવાની વકી છે.
આ પણ વાંચો - Surat : મહિલા PSI સહિત ત્રણ રૂ. 63 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા