સુરત કાપડ બજારમાં ₹12 કરોડનું ઉઠમણું: 5 ગુનાઓમાં ફરાર ચિરાગ ઢોલા સાયણથી ઝડપાયો
Surat Crime Branch: સુરત ક્રાઇમ બ્રાન્ચે કાપડ બજારમાં રૂ. 12 કરોડથી વધુની છેતરપિંડી આચરનાર આરોપી ચિરાગ ઢોલા (Chirag Dhola) ને સાયણ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી નવી બોમ્બે માર્કેટમાં દુકાન ધરાવી, દલાલ મારફતે માલ ખરીદી બંધ બેંક ખાતાના ચેક આપતો હતો. તે મુંબઈ અને સુરતના 5 ગુનાઓમાં વોન્ટેડ હતો.
Advertisement
Textile Fraud Surat: ટેક્સટાઇલ સિટી (Textile City) સુરતના કાપડ ઉદ્યોગમાં કરોડો રૂપિયાનું ઉઠમણું કરીને વેપારીઓને આર્થિક નુકસાન પહોંચાડનારા ગુનેગારો સામે સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) એ લાલ આંખ કરી છે. કાપડના વેપારીઓ સાથે રૂ. 12 કરોડથી વધુ રકમની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી લાંબા સમયથી ફરાર રહેલા મુખ્ય આરોપી ચિરાગ ઢોલાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સાયણ ખાતેથી ઝડપી લીધો છે.

