Surat : પાંડેસરામાં 7 પરિવાર રહેતા હતા તે બિલ્ડિંગ અચાનક થઈ ધરાશાયી, દ્રશ્યો હચમચાવી દેશે!
- Surat નાં પાંડેસરામાં એલઆઈજી 512 માં બિલ્ડિંગ ધરાશાયી થઈ
- બ્લોક નંબર 303 નો પાછળનો ભાગ તૂટી પડતા દોડધામ
- 7 જેટલા પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા
- સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
સુરતનાં (Surat) પાંડેસરા વિસ્તારમાં વર્ષો જૂની અને જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડની ઇમારતનો એક ભાગ અચાનક ધડાકાભેર સાથે તૂટી પડતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. બિલ્ડિંગનાં આગળનાં ભાગે રહેતા પરિવારોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. બનાવનાં પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) અને પાલિકા સહિત GEB વિભાગનાં અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ખાલી કરાવી હતી. સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
Surat ના પાંડેસરામાં LIG 512માં બિલ્ડીંગ ધરાશાયી, 7 જેટલા પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા#Gujarat #Surat #Pandesara #LIG #Building #Collapsed #GujaratFirst pic.twitter.com/34m88UafkB
— Gujarat First (@GujaratFirst) January 18, 2025
સુરતનાં પાંડેસરામાં એલઆઈજી 512 માં બિલ્ડિંગ ધરાશાયી
સુરતનાં (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં LIG ખાતે વર્ષો જૂની અને જર્જરિત એવી ઇમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. બ્લોક નંબર 303 નો પાછળનો ભાગ તૂટી પડ્યો હતો. માહિતી અનુસાર, 7 જેટલા પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા. જ્યારે પાલિકા દ્વારા અહીં વસવાટ કરતા લોકોને વર્ષ 2016 થી વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ તેમ છતાં મકાન ખાલી કરવા લોકો તૈયાર નહોતા. જ્યારે 7 વખત રી-ડેવલપમેન્ટ હેઠળ ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ ડેવલપર દ્વારા રસ દાખવ્યો નથી.
આ પણ વાંચો - Khyati Hospital Scam : મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા!
વર્ષ 2016 થી પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી
જણાવી દઈએ કે, પાંડેસરા LIG ખાતે વર્ષો જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનો આવેલ છે. અહીં, અલગ-અલગ બ્લોકમાં અંદાજિત 2080 જેટલા ફ્લેટ આવેલ છે, જેમાંથી માત્ર 10 ટકા લોકો મકાન જર્જરિત થઈ ગયા હોવાથી ખાલી કરી અન્યત્ર સ્થળે ચાલ્યા ગયા છે. વર્ષો જૂના મકાન જર્જરિત થઈ ગયા હોવાથી પાલિકા દ્વારા વર્ષ 2016 થી ફ્લેટ ધારકોને અનેક નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં મકાન ખાલી કરવા લોકો તૈયાર નથી. ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) દ્વારા પણ માત્ર નોટિસ પાઠવી સંતોષ માણી લેવામાં આવે છે. પરંતુ, કોઈ નક્કર પગલાં અથવા કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ? આવ્યા આ મહત્ત્વનાં સમાચાર!
અનેકવાર રજૂઆત છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા
સ્થાનિક લોકોનાં જણાવ્યાનુસાર, ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઇમારતને રી-ડેવલપમેન્ટ (Re-development) હેઠળ ડેવલપ કરવા અનેક વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા. પરંતુ, એક પણ ડેવલપર રસ દાખવવા તૈયાર નથી. બીજી તરફ અહીં આવેલ ફ્લેટમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો વસવાટ કરે છે. જે લોકોને અન્યત્ર સ્થળે મકાનનાં ભાડા પરવડે તેમ નથી, જેથી તેઓ પણ આ મકાન ખાલી કરવા માંગતા નથી અને મજબૂરવશ ભયનાં ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે. તાત્કાલિક ધોરણે રી-ડેવલપમેન્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે તેવી અહીંનાં લોકોની માંગ છે. અહીંનાં 75 ટકા જેટલા લોકો રી-ડેવલપમેન્ટ માટે તૈયાર છે. બિલ્ડિંગ ધરાશાયી (Building Collapsed) થવાની ઘટનામાં હાલ કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
આ પણ વાંચો - Amreli : ગુજરાત સરકારમાં 'એકને ગોળ એકને ખોળ' : પ્રતાપ દુધાત