Surat : પાંડેસરામાં યુવકની હત્યાનો કેસ ઉકેલાયો, 2 ની ધરપકડ, કારણ જાણી ચોંકી જશો!
- પાંડેસરામાં યુવકની હત્યાનાં કેસમાં ફરાર બે આરોપીની ધરપકડ (Surat)
- બાઇક ઓવરટેક કરવા મામલે થયેલી બોલાચાલીમાં હત્યા કરી
- ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ યુવકનું ઢીમ ઢાળી દીધું હતું
સુરતનાં (Surat) પાંડેસરા વિસ્તારમાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે થયેલી માથાકૂટમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2 આરોપીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. મૃતક અને આરોપીઓ વચ્ચે બાઈક ઓવરટેક કરવા મુદ્દે અગાઉ ઝઘડો થયો હતો. ઝઘડાની અદાવત રાખીને મૃતક અને તેના મિત્રને આરોપીઓએ પાંડેસરા વિસ્તારમાં બોલાવ્યા હતા. જે બાદ મિત્રને માર મારી મૃતકને 2 શખ્સે પકડી કાતરનાં ઉપરાછાપરી ધા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓને ગણતરીનાં કલાકોમાં પાંડેસરા પોલીસે (Pandesara Police) ઝડપી પાડી હત્યાનાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Junagadh : 'Eco-Sensitive Zone' મુદ્દે વિરોધ યથાવત! ખેડૂતોનું મહાસંમેલન, નેતાઓની પણ હાજરી
બાઈક ઓવરટેક કરવા મુદ્દે થયેલા ઝઘડાની અદાવત રાખી હત્યા કરી
સુરતનાં (Surat) પાંડેસરા પોલીસે મનીષ પ્રજાપતિ અને ક્રિષ્ના તિવારીની હત્યાનાં કેસમાં ધરપકડ કરી છે. આ બંને આરોપીઓએ દીપક શાહુ નામના યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પાંડેસરા પોલીસ મથકનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 26 ડિસેમ્બરનાં રોજ રાત્રિના 9 થી 9:30 વાગ્યા દરમિયાન પાંડેસરા વિસ્તારમાં (Pandesara) રહેતા દીપક શાહુ નામનાં યુવક પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. દીપક શાહુ અને આરોપીઓ વચ્ચે અગાઉ બાઇક ઓવરટેક કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી. જે અંગે અદાવત રાખીને આરોપીઓએ દીપકને પાંડેસરા વડોદ સ્થિત હેલ્થ સેન્ટર ખાતે બોલાવ્યો હતો. જ્યાં મિત્ર સાથે આવેલા દીપક શાહુ પર મનીષ પ્રજાપતિ અને ક્રિષ્ના તિવારીએ કતાર અને ધારદાર બ્લડ વડે એકાએક હુમલો કરી દીધો હતો. હુમલાની ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ પીએમ અર્થે સુરત (Surat) નવી સિવિલ હોસ્પીટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો - Rajkot : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, બોગસ ડોક્ટર્સ અંગે કહી આ વાત!
ગણતરીનાં કલાકોમાં જ આરોપીઓની ધરપકડ
ઘટનામાં પાંડેસરા પોલીસે (Pandesara Police) મૃતક દીપક શાહુની પત્ની શ્રીકાંત શાહુની ફરિયાદ લઈ હત્યાનો ગુન્હો દાખલ કર્યો હતો અને ફરાર બંને હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. પાંડેસરા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપીઓને દબોચી પાડી જેલનાં સળિયા ગણતા કરી દીધા હતા. પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો - BZ Group Scam : આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર