Surat: શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, ફરી 3 ઝડપાયા
- શહેરમાંથી પશ્ચિમ બંગાળના ત્રણ બોગસ ડોક્ટરો પકડાયા
- કુલ રૂપિયા 13,519 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
- ઈચ્છાપોર પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે
Surat માં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે તેવુ લાગી રહ્યું છે. કારણ કે વારંવાર પોલીસની કાર્યવાહીમાં બોગસ તબીબો ઝડપાઇ રહ્યાં છે જેમાં હાલ ત્રણ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાં પશ્ચિમ બંગાળના ત્રણ બોગસ ડોક્ટરોને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં દવા , મેડિકલની સામગ્રી સહિત કુલ રૂપિયા 13,519 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વગર ડિગ્રીએ લોકોની સારવાર કરી લોકોની જિંદગીથી ખીલવાડ કરતા
પકડાયેલા ત્રણેય બોગસ ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી વગર ડિગ્રીએ લોકોની સારવાર કરી લોકોની જિંદગીથી ખીલવાડ કરતા હતા. જેમાં પોલીસે બોગસ ડોક્ટર આરોપીઓમાં લક્ષ્મણ પ્રફુલ સરકાર, ગોવિંદ પ્રભાત હલદાર રમેશ નકુલ મંડલની ધરપકડ કરી છે. તેમજ
આગળની કાર્યવાહી ઇચ્છાપોર પોલીસે હાથ ધરી છે. અગાઉ બોગસ ડોક્ટર બનાવવાનાં કૌભાંડ મામલે તપાસમાં મોટા ખુલાસા થયા હતા. જેમાં સુરતમાં વિવિધ 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરો રશેષ ગુજરાતી પાસેથી ખરીદેલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા હોવાનું ખુલ્યું હતુ.
બોગસ ડોક્ટર કૌભાંડમાં 30 વિસ્તારમાં કુલ 690 બોગસ ડિગ્રી વેચાઈ
અગાઉ બોગસ ડોક્ટરો (Bogus Doctors) બનાવવાનાં કૌભાંડનો પર્દાફાશ થતાં સુરત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં શહેરનાં 30 જેટલા વિસ્તારમાં કુલ 690 ડિગ્રી વેચાઈ હતી. જ્યારે, પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરોએ રશેષ ગુજરાતી પાસેથી ડિગ્રી ખરીદીને ક્લિનિક ખોલ્યું હતું. ઉપરાંત, ડીંડોલીમાં 85, ઉધનામાં 75, લિંબાયતમાં 47 બોગસ ડિગ્રી વેચવામાં આવી હતી. જ્યારે, ગોડાદરા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં પણ 34 બોગસ ડોક્ટર્સ ક્લિનિક ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય સુરતનાં અઠવામાં 15, ચોકબજારમાં 22, કતારગામમાં 14 લોકોને નકલી ડિગ્રી આપીને બોગસ ડોક્ટર બનાવી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad ઈન્ટનેશનલ એરપોર્ટ પરથી પકડાયું ડ્રગ્સ, હાઈડ્રોફોનિક વીડ મામલે તપાસ શરૂ