Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Tiranga Yatra : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ જોડાયા, જનમેદની ઉમટી

ઓપરેશન સિંદુરની સફળતા બાદ ભારતીય સેનાની કામગીરીને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
surat tiranga yatra   ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી  કેન્દ્રીય મંત્રી cr પાટીલ જોડાયા  જનમેદની ઉમટી
Advertisement
  1. સુરતમાં સેનાને સલામ કરવા તિરંગા યાત્રાનું આયોજન (Surat Tiranga Yatra)
  2. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું આયોજન
  3. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ તિરંગા યાત્રામાં જોડાયા
  4. શહેરનાં પારલે પોઇન્ટથી કારગિલ ચોક સુધી યાત્રાનું આયોજન

Surat Tiranga Yatra : જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પહેલગામ ખાતે નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતીય સેના દ્વારા આતંકીસ્તાન પર એરસ્ટ્રાઇક કરી 9 જેટલા આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. ભારતની આ લશ્કરી કાર્યવાહીને 'ઓપરેશન સિંદુર' (Operation Sindoor) નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદુરની સફળતા બાદ ભારતીય સેનાની કામગીરીને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે સુરતમાં (Surat) પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ છે, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (CR Patil) પણ જોડાયા છે.

આ પણ વાંચો - Kutch : PM નરેન્દ્ર મોદી 26 મીએ એક હજાર કરોડથી વધુનાં પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ

Advertisement

Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા, સી.આર.પાટીલ પણ જોડાયા

ભારતીય સેના (Indian Army) દ્વારા આતંકીસ્તાન સામે કરવામાં આવેલી 'ઓપરેશન સિંદુર' ની કાર્યવાહીને બિરદાવવા માટે આજે સુરતમાં તિરંગા યાત્રાનું (Surat Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રા યોજાઈ છે, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ જોડાયા છે. સેનાનાં સન્માનમાં પારલે પોઇન્ટથી કારગિલ ચોક સુધી આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે.

આ પણ વાંચો - PM Narendra Modi : ભુજમાં વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. 53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

દેશભક્તિનાં રંગે રંગાયું સુરત શહેર, લોકોમાં ભારે ઉત્સાહ

સુરતમાં તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિનો ભવ્ય માહોલ જોવા મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (CR Patil) હાથમાં તિરંગો ઝંડો લઈને યાત્રામાં જોવા મળ્યા છે. સાથે મોટી સંખ્યામાં લોકો વિવિધ બેનરો અને રાષ્ટ્રધ્વજ લઈ 'ભારતમાતા કી જય', 'વંદે માતરમ્', 'જય હિંદ' સહિતનાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા છે.

આ પણ વાંચો - PM Narendra Modi : રાજ્યનાં રૂ. 24 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરાશે

Tags :
Advertisement

.

×