Surat Tiranga Yatra : કેન્દ્રીયમંત્રી C.R. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધિત કર્યા, જાણો શું કહ્યું ?
- સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ (Surat Tiranga Yatra)
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આયોજન
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા
- વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીનું સ્વપ્નું સાકાર કર્યું: સી.આર.પાટીલ
- આપણી સેનાએ દેશની સીમાને સુરક્ષિત રાખવા રાત-દિવસ એક કર્યા : હર્ષ સંઘવી
Surat : સ્વતંત્રતા દિવસનાં ઉપલક્ષ્યમાં આજે સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની (C.R. Patil) અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), સહિત ધારાસભ્યો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' થીમ પર તિરંગા યાત્રા (Surat Tiranga Yatra) નીકળી હતી. તિરંગા યાત્રા દરમિયાન મંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકોને સંબોધિત કર્યા હતા.
Surat Tiranga Yatra માં વિવિધ રાજ્યોનાં લોકો અલગ-અલગ વેશભૂષામાં જોડાયા
સ્વતંત્રતા દિવસના (Independence Day 2025) ઉપલક્ષ્યમાં આજે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ આ તિરંગા યાત્રામાં (Surat Tiranga Yatra) ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સહિત, MLA's, MP's સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' થીમ પર આ તિરંગા યાત્રા વાય જંક્શનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી યોજાઈ હતી. વિવિધ રાજ્યનાં લોકો અલગ-અલગ વેશભૂષા સાથે આ યાત્રામાં જોડાયા હતા. 20 જેટલા બેન્ડ અને ટેલેન્ટ આર્ટિસ્ટ પણ આ યાત્રામાં જોડાયા હતા. રંગબેરંગી 12 જેટલા સંકલ્પચર સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા. તિરંગા યાત્રામાં વિવિધ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળી હતી.
આ પણ વાંચો - Attack on Journalist : પત્રકાર પર હુમલા મામલે હવે તપાસ LCB ની 3 ટીમ કરશે
વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીનું સ્વપ્નું સાકાર કર્યું: સી.આર.પાટીલ
દરમિયાન, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે (C.R. Patil) કહ્યું હતું કે, 'આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી. આઝાદી બાદ ભારતનો વિકાસ થયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ (PM Narendrabhai Modi) દેશનો વિકાસ કર્યો.' આ સાથે તેમણે કહ્યું કે, હાથમાં જે તિરંગો છે તેની કાળજી રાખવી જોઈએ. મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાનો આગ્રહ રાખ્યો હતો. આથી, વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીનું સ્વપ્નું સાકાર કર્યું છે. દેશની સેનાને બિરદાવતા તેમણે કહ્યું કે, દેશની સેનાએ ઓપરેશન સિંદૂરથી દુશ્મનોને હરાવ્યા. એક કલાકમાં ઓપરેશન સિંદૂર પાર પાડવા સમય અપાયો હતો, પરંતુ સેનાએ માત્ર 23 મિનિટમાં ઓપરેશન પાર પાડ્યું.
આ પણ વાંચો - Vadodara : Hotel Hyatt માં વેજના નામે નોનવેજ પીરસાયું, શેફે કહ્યું, 'અમારી ભૂલ થઇ ગઇ'
આપણી સેનાએ દેશની સીમાને સુરક્ષિત રાખવા રાત-દિવસ એક કર્યા : હર્ષ સંઘવી
તિરંગા યાત્રા (Surat Tiranga Yatra) દરમિયાન લોકોને સંબોધિત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું હતું કે, રાજ્ય અને દેશને સુરક્ષિત રાખવા સેના અને પોલીસે પરિવાર અને તહેવારોનો ત્યાગ કર્યો છે. આથી, દેશના સૌ નાગરિકો વતી હું દેશની સેના અને પોલીસ જવાનોનો આભાર માનું છું. સેનાએ દેશની સીમાને સુરક્ષિત રાખવા રાત-દિવસ એક કર્યા. હાલ, પાડોશી દેશે નાપાક હરકત અને આતંકવાદભર્યું કૃત્ય કર્યું, જેનો વળતો જવાબ આપણી સેનાએ બહાદુરીથી આપ્યો. આપણી બહેનોનાં 'સિંદૂર' ઉજાડનારાઓને 'ઓપરેશન સિંદૂર' થી જવાબ આપ્યો.
'તિરંગાને શાનથી લહેરાવવાની જવાબદારી તમારી છે '
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આગળ કહ્યું કે, ઓપરેશન સિંદૂરને (Operation Sindoor) રાજ્યનાં લેખક મનુંભાઈ રબારીએ શબ્દોમાં વર્ણવ્યા છે, જે સાંભળે તો શૂરવીરતા આવી જાય. તેમણે કહ્યું કે, તિરંગો શાનથી લહેરાય તે માટે આ અભિયાન લોકોને આપવામાં આવ્યું છે. તિરંગાને શાનથી લહેરાવવાની જવાબદારી તમારી છે. આ વખતની તિરંગા યાત્રાની થીમ સ્વચ્છતા પર છે. તિરંગા યાત્રામાં દેશનાં લોકો જોતા રહી જાય તે પ્રકારે સ્વચ્છતા અંગેનો વ્યવહાર આપણે સૌએ રાખવાનો છે.
આ પણ વાંચો - Rajkot : લુખ્ખા તત્વોનો આતંક! નજીવી બાબતે પેટ્રોલ પંપનાં સ્ટાફ પર છરી વડે હુમલો