ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Paatil એ જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, કહ્યું- લોકોની સમૃદ્ધિ અને..!

આજે નવા વર્ષની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કાર્યકરો અને સમર્થકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભટાર સ્થિત નિવાસ્થાન ખાતે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરી તેમણે કહ્યું કે, દેશના લોકોની સમૃદ્ધિ અને ખરીદી શક્તિ વધી છે. દેશવાસીઓએ વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવ્યો છે. લોકોની ખુશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો છે. આ સાથે તેમણે સૌ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
12:36 PM Oct 22, 2025 IST | Vipul Sen
આજે નવા વર્ષની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કાર્યકરો અને સમર્થકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભટાર સ્થિત નિવાસ્થાન ખાતે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરી તેમણે કહ્યું કે, દેશના લોકોની સમૃદ્ધિ અને ખરીદી શક્તિ વધી છે. દેશવાસીઓએ વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવ્યો છે. લોકોની ખુશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો છે. આ સાથે તેમણે સૌ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
CR Patil_Gujarat_first
  1. Surat માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Paatil નો પ્રજાજનો સંદેશ
  2. ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાને જનતાને આપી શુભેચ્છા
  3. કાર્યકરો અને સમર્થકો સાથે શુભેચ્છા મુલાકાત કરી
  4. દેશના લોકોની સમૃદ્ધિ અને ખરીદી શક્તિ વધી છે: પાટીલ
  5. "લોકોની ખુશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિંહફાળો"

Surat : આજે નવા વર્ષની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે (CR Paatil) કાર્યકરો અને સમર્થકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભટાર સ્થિત નિવાસ્થાન ખાતે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરી તેમણે કહ્યું કે, દેશના લોકોની સમૃદ્ધિ અને ખરીદી શક્તિ વધી છે. દેશવાસીઓએ વોકલ ફોર લોકલનો (Vocal for Local) મંત્ર અપનાવ્યો છે. લોકોની ખુશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) સિંહફાળો રહ્યો છે. આ સાથે તેમણે સૌ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.

આ પણ વાંચો - Happy BDay Amit Shah : નિવાસસ્થાને સ્નેહમિલન સમારોહ, CM, DyCM સહિત MP, MLA's પહોંચ્યા

Surat માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Paatil ની સમર્થકો સાથે શુભેચ્છા મુલાકાત

સુરતનાં (Surat) ભટાર સ્થિત નિવાસ્થાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવા વર્ષનાં ઉપલક્ષે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તા અને સમર્થકો હાજર રહ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે (CR Paatil) શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરી પ્રજાજનોને શુભકામના સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં લોકોની સમૃદ્ધિ અને ખરીદીશક્તિ વધી છે. દેશવાસીઓએ 'વોકલ ફોર લોકલ'નો મંત્ર અપનાવ્યો છે. લોકોએ સ્વદેશી ચીજ-વસ્તુઓને અપનાવી, જેના કારણે નાના વેપારીઓને ફાયદો થયો છે.

આ પણ વાંચો - Gujarat Celebration : ગાંધીનગરમાં CMની નૂતન વર્ષાભિનંદન : ભુપેન્દ્ર પટેલની મંત્રીમંડળ નિવાસ સંકુલમાં નવા વર્ષની શુભેચ્છા મુલાકાત

લોકોની ખુશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિંહફાળો : CR પાટીલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે આગળ કહ્યું કે, દેશનાં લોકોની ખુશીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) સિંહફાળો રહ્યો છે. 'વોકલ ફોર લોકલ' (Vocal for Local) નો મંત્ર પ્રધાનમંત્રીએ આપ્યો છે, તેને આગળ વધારવાનો છે. પોતાની વાત આગળ વધારતા તેમણે કહ્યું કે, દેશમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગનાં અભિયાનને આગળ વધારવાનું છે. દેશમાં 35 લાખ સ્ટ્રક્ચર ઊભાં કરવામાં આવ્યાં છે. હવે, એક કરોડ સુધી આ સ્ટ્રક્ચર લઈ જવાનો સંકલ્પ છે. સંબોધનનાં અંતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે, નવા વર્ષની સૌ દેશવાસીઓને હું શુભકામના પાઠવું છું.

આ પણ વાંચો - ગુજરાતી નૂતન વર્ષે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ CM ભુપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા, પગે લાગી લીધા આશીર્વાદ

Tags :
BhattarDiwali 2025GUJARAT FIRST NEWSHappy New Yearpm narendra modiRainwater HarvestingSuratTop Gujarati NewsUnion Jal Shakti Minister CR PaatilVocal for Local
Next Article