Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil ના હસ્તે 2959 આવાસોની ફાળવણી, વિપક્ષ પર આકરા પ્રહાર!
- Surat મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ 2959 આવાસોની ફાળવણીનો કાર્યક્રમ
- કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી CR Patil ના હસ્તે આવાસોની ફાળવણી કરાઈ
- વધુ બે કરોડ આવાસ બનાવવાની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે : CR પાટીલ
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા 2959 જેટલા પ્રધાનમંત્રી આવાસનું કોમ્પ્યુટરરાઈઝ ડ્રો કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના (CR Patil) વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સીઆર પાટીલે જણાવ્યું હતું કે, જે લોકોનો ડ્રોમાં નંબર નથી લાગ્યો તે લોકોએ નિરાશ થવાની જરૂર નથી. પ્રધાનમંત્રીએ બે કરોડ આવાસ બનાવવા માટેની મંજૂરી આપી છે, જેથી જે લોકોનો હાલ નંબર નથી લાગ્યો તેનો નંબર બીજી વખતનાં ડ્રોમાં લાગી જશે. પાટીલે વિપક્ષ (Congress) પર નિશાન સાધતા કહ્યું હતું કે, પહેલા ઇન્દિરા આવાસ લોકોને ફાળવવામાં આવતા હતા, જે આવાસની દીવાલ માત્ર એક લાતમાં તૂટી પડતી હતી. પરંતુ, આજનાં પ્રધાનમંત્રી આવાસનાં મકાનો ગુણવત્તાયુક્ત છે. જે મકાનોની ગુણવત્તા જાળવવામાં અધિકારીઓ સારી રીતે કામગીરી કરી રહ્યાં છે.
કેન્દ્રીય મંત્રી CR Patil ના હસ્તે 2959 આવાસોનો કોમ્પ્યુટરરાઈઝ ડ્રો
દેશમાં ગરીબ અને શ્રમજીવી વર્ગનાં લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કર્યો છે. દેશમાં અનેક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ઘરનું ઘર મળ્યું છે. જ્યાં હજી પણ વધુ બે કરોડ આવાસ બનાવવાની મંજૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી છે. જે અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા તૈયાર કરવામાં આવેલા 2959 આવાસોનો કોમ્પ્યુટરરાઈઝ ડ્રો કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલના (CR Patil) વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. જે કોમ્પ્યુટર રાઈઝ ડ્રો દ્વારા પ્રધાનમંત્રી આવાસનાં લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), કોર્પોરેટરો, પાલિકા કમિશનર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો -ભરૂચનાં 'નિર્ભયાકાંડ' નાં કલંક બાદ Sabarkantha માંથી આવી હૈયું કંપાવતી ઘટના!
કેન્દ્રીય મંત્રી CR Patil ના વિપક્ષ પર પ્રહાર
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ,આપના જીવનને, આપણા બાળકો જોડે સારી રીતે જીવન વ્યતિત કરી શકો તે માટેની શુભકામના પાઠવું છું. બે કરોડથી વધુ મકાનો બનાવવાની મંજૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આપી છે. જે લોકોનો ડ્રો માં નંબર નહિ લાગે તેવો નિરાશ નહીં થાય. આપનું જીવન સરળ બને તેની કાળજી અધિકારીઓએ રાખી છે. જે મકાન આપણને 5-6 લાખમાં ઉપલબ્ધ થાય છે, તેવા મકાનો બજારમાં 30 થી 35 લાખની કિંમત હોય છે. લોકોની ઈચ્છા હતી કે મારું ઘરનું ઘર થાય. તે સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છે. પહેલા ઇન્દિરા આવાસ હતા, જે મકાનની દીવાલ ને લાત મારે તો પડી જાય. આજે જે મકાનો ફાળવવામાં આવે છે તેની ક્વોલિટી સારી હોય છે, જેમાં મકાનધારકને સંતોષની લાગણી હોવી જોઈએ. ખૂબ મોટી સંખ્યામાં મકાનો લોકોને અપાયા છે.
નળ સે જળ યોજના દરેક ગામ સુધી પોહચી છે : CR પાટીલ
વધુમાં સી.આર. પાટીલે (CR Patil) જણાવ્યું કે, 2014 માં લાલ કિલ્લા પરથી સ્વછતા અને ટોયલેટ માટે પ્રધાનમંત્રીએ વાત કરી હતી. ત્યારે વિપક્ષે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી આ વાત કહેવી પડે છે. પરંતુ, અગિયાર કરોડ ટોયલેટ બનાવાયા. જેના કારણે લોકોએ શૌચ માટે બહાર ન જવું પડે. મહિલાઓને પહેલા સુરક્ષાનાં પ્રશ્નો આવતા હતા. બહેનોનાં બાળકો પણ પહેલા શૌચ માટે બહાર જતા હતા, જેના કારણે અકસ્માત બનતા હતા. પરંતુ, હવે અકસ્માત બનતા અટક્યા છે, જેના કારણે 30 લાખ લોકોને અકસ્માતથી બચાવ્યા છે. બહેનોએ પહેલા પાણી માટે વલખાં મારવા પડતા હતા. પરંતુ, હવે બહેનોનો સાડા 5 કરોડ કલાક જેટલો સમય બચ્યો છે. નળ સે જળ યોજના દરેક ગામ સુધી પોહચી છે. ગામડાઓમાં 25 લાખ બહેનોને નળ સે જળ યોજનાની ટ્રેનિંગ અને કીટ સરકાર તરફથી આપવામાં આવી છે. 8.4 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, તે આજે બચ્યા છે. જે પૈસાનો વિકાસના કામો પાછળ ખર્ચવામાં આવશે.
આ પણ વાંચો -Surat ક્રાઈમ બ્રાન્ચે રૂ.5 કરોડથી વધુની ઘરફોડ ચોરી કરનાર ગેંગનો કર્યો પર્દાફાશ
આવાસ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ દરેકના ઘરમાં પાણી આપવાની વાત કરી છે, તેની જવાબદારી જળ શક્તિ મંત્રાલયને આપી છે. જ્યાં ખૂબ ઓછા દિવસમાં આપણે આગળ વધી રહ્યા છે. બહેનો, યુવાઓ, ખેડૂતો સહિત દરેક લોકો માટેની યોજના સરકાર લાવી છે. 25 કરોડ લોકોને યોજનાઓ થકી ગરીબી રેખા નીચેથી બહાર લાવવામાં આવ્યા છે. વિપક્ષ પ્રધાનમંત્રીને પૂછે છે કે ગરીબી રેખા નીચેથી બહાર લાવવામાં આવેલ ગરીબોને અનાજ શા માટે આપવામાં આવે છે ? જેનો વળતો જવાબ પ્રધાનમંત્રીએ વિપક્ષને આપ્યો છે.
ઘરનાં ઘરનું સ્વપ્ન થયું સાકાર….
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કરોડો લોકોનાં “ઘરનાં ઘરનું” સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે-જે અંતર્ગત આજે સુરત મહાનગર ખાતે રાંદેર ઝોન, અઠવા ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં ₹ 193.10 કરોડના ખર્ચે… pic.twitter.com/K8Ljv4uor9
— C R Paatil (@CRPaatil) December 21, 2024
'અગિયાર નદીઓને જોડવા માટેનો પ્રોજેક્ટ પ્રધાનમંત્રીએ મજૂર કર્યો છે'
રાજસ્થાનમાં પાણીની જરૂરિયાત છે. રાજસ્થાનમાં (Rajasthan) કોંગ્રેસે યોજનાઓને આગળ ન વધારી. અગિયાર નદીઓને જોડવા માટેનો પ્રોજેક્ટ પ્રધાનમંત્રીએ મજૂર કર્યો છે. આવનારા સમયમાં પણ શિલારોપણ થઈ રહ્યું છે. જ્યાં પાણીની અછત છે, ત્યાં પાણી પહોંચાડવા માટેનાં પ્રયાસ પ્રધાનમંત્રીએ શરૂ કર્યા છે, જે યોજનાઓ બની છે તે કાર્યક્રમ મોદીજીનાં લીડરશીપમાં આગળ વધી રહ્યા છે. Rain water હાર્વેસ્ટિંગ દ્વારા જૂનાગઢમાં પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરતનાં વેપારીઓએ રાજસ્થાનમાં 40 જિલ્લામાં 1.60 લાખ બોર કરવાનો સંકલ્પ કર્યો છે, જેની શરૂઆત વેપારીઓએ કરી છે. આવનારા 50 વર્ષને ધ્યાનમાં રાખી પાણીની વ્યવસ્થા પાલિકાએ કરી છે.
અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો -પરિમલ નથવાણી જામનગર SP અને મનપા પર આફરિન, Jayesh Patel ના ભાઇના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા