સુરતમાં સી.આર. પાટીલના આકરા પ્રહાર: કોંગ્રેસે વંદે માતરમનું અપમાન કર્યું, સંસદનું સત્ર વેડફી નાખ્યું
CR Paatil Surat: સુરત ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ (Union Minister C.R. Paatil) એ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે વંદે માતરમનું અપમાન કર્યું છે, સંસદનું ચોમાસુ સત્ર વેડફી નાખ્યું અને મહિલાઓને અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ઉમેર્યું કે મોદી સરકાર દેશની મહિલાઓને પૂરો અધિકાર અપાવશે.
Advertisement
Union Minister CR Paatil: સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (C.R. Paatil) દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે વિપક્ષ કોંગ્રેસ પર આકરા રાજકીય પ્રહારો કર્યા હતા. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસે રાષ્ટ્રગીત 'વંદે માતરમ' નું અપમાન કર્યું છે અને તેને રોકવાની કોશિશ કરી છે. આ સાથે તેમણે પેપર લીક, સંસદનું ચોમાસુ સત્ર અને મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસની નકારાત્મક ભૂમિકાની આકરી ટીકા કરી હતી.

